Stock Market Update: ગ્લોબલ માર્કેટમાંથી મળેલા મજબૂત પરિણામો દમ પર ભારતીય શેરબજારમાં સતત ચોથા દિવસે ગ્રીન ઝોનમાં માર્કેટ ખૂલ્યું હતું. કારોબારી સત્રની શરૂઆતમાં 30 પોઇન્ટવાળા સેંન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન નિશાન પર ખુલ્યા હતા. બુધવારે સેંન્સેક્સ 95.84 પોઇન્ટ ચઢીને 59,938.05 ના સ્તર પર ખુલ્યો તો બીજી તરફ નિફ્ટી લગભગ 41 પોઇન્ટની તેજી જોવા મળી અને આ 17,868.15 પર ખુલ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ
શરૂઆતી કારોબારી સેંન્સેક્સના 30 માંથી 20 શેર ગ્રીન નિશાન સાથે કારોબાર કરતાં જોવા મલ્યો. સૌથી વધુ તેજી એક્સિસ બેંકના શેરમાં જોવા મળી. બીજી તરફ નિફ્ટીના ટોપ ગેનર્સની વાત કરીએ તો NTPC,  HERO MOTOCORP, GRASIM, EICHER MOTORS અને BPCL રહ્યા. તો બીજી તરફ ટોપ લૂઝર્સમાં HDFC, HDFC BANK, TCS, INFOSYS અને HCL TECHNOLOGIES રહ્યા.


અમેરિકી બજારમાં તેજીનો દૌર
બીજી તરફ અમેરિકન બજારમાં તેજીનો દૌર સતત ત્રીજા દિવસે યથાવત રહ્યો. યૂએસ માર્કેટ ચઢીને ચાર મહિનાના ઉપરી સ્તર પર પહોંચી ગયું. ડાઓ જોંસ 239 પોઇન્ટ ચઢીને 34,152 ના સ્તર પર બંધ થયું. જોકે નૈસ્કૈડ 25.50 પોઇન્ટ સરકી બંધ થયું. SGX નિફ્ટી સામાન્ય તેજી સાથે 17870 ના ઉપર ટ્રેડ કરી રહ્યો છે. FIIs એ કેશમાં 1377 કરોડ રૂપિયાની ખરીદી કરી. 


ઘરેલૂ શેર બજારની સ્થિતિ
આ પહેલાં ઘરેલૂ શેર બજાર સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયું. કારોબારી સત્રના અંતમાં 30 શેર પર આધારિત બીએસઇ સેન્સેક્સ 379.43 પોઇન્ટની બઢત સાથે 59,842.21 પોઇન્ટ પર બંધ થયો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 127.10 પોઇન્ટની મજબૂતી સાથે 17,825.25 પોઇન્ટ પર બંધ થયો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube