Stock Market Closing On 18th August 2022: ભારતીય શેર બજાર માટે આજે અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે ઉતાર ચઢાવનો માહોલ રહ્યો છે. આજે સવારે બજાર લાલ નિશાનમાં ખુલ્યું અને દિવસભર જ્યારે નિફ્ટી ફક્ત 20.95 પોન્ટ એટલે કે 0.12 ટકાની તેજી સાથે 17,965.20 પોઇન્ટ પર બંધ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે કેવી રહી સ્થિતિ?
ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા પરિણામોના દમ પર ગુરૂવારે ભારતીય શેર બજારમાં ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળ્યો. ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા નબળા સંકેતો બાદ ભારતીય શેર બજારની ચાર દિવસથી ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી છે. ઘરેલૂ શેર બજારના મુખ્ય સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર ખુલ્યા. કારોબારી સત્રની શરૂઆતમાં 30 પોઇન્ટવાળા સેન્સેક્સ 179.94 પોઇન્ટ ઘટીને 60,080 ના સ્તર પર ખુલ્યો. તો બીજી તરફ 50 પોઇન્ટવાળો નિફ્ટી 46  પોઇન્ટ ઘટીને 17,898.65 પર ખુલ્યો. 


ગ્લોબલ માર્કેટની સ્થિતિ
અઠવાડિયાના ચોથા દિવસે ગ્લોબલ માર્કેટમાંથી પણ સારા પરિણામ મળી રહ્યા છે. બીજી તરફ અમેરિકન બજારમાં તેજીનો દૌર સતત ચોથા દિવસે યથવાત રહ્યો. ડાઉ જોન્સ (Dow Jones) 172 પોઇન્ટ ઘટીને 33,980 ના સ્તર પર બંધ થયો. આ ઉપરાંત નેસ્ડૈકમાં 165 પોઇન્ટનો ઘટાડો આવ્યો. SGX 50 પોઇન્ટના ઘટાડા સાથે 17950 ના નીચે આવી ગયો. જાપાનના નિક્કેઇમાં 300 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો. આજે એલઆઇસીના શેરમાં તેજી જોવા મળી છે. એલઆઇસીના શેર આજે પણ 0.15 ની તેજી સાથે 697.50 પર બંધ થયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube