Stocks to BUY: બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સમાં કમાણીની તક બની રહી છે. સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં તે શેર સાડા પાંચ ટકાની તેજીની સાથે 1596 રૂપિયાના સ્તર પર બંધ થયો છે. બ્રોકરેજે આગામી 3 મહિનાની દ્રષ્ટિએ ખરીદીની સલાહ આપી છે. છેલ્લા ત્રણ મહિનામાં કંપનીએ આશરે 20 ટકાનું રિટર્ન આપ્યું છે. આ કંપની એડિબલ ઓયલ સહિત ઘણા પ્રકારની FMCG પ્રોડક્ટ્સ બનાવે છે. પૂર્વમાં આ કંપનીનું નામ  Ruchi Soya ઈન્ડસ્ટ્રીઝ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Patanjali Foods Share Price Target
HDFC Securities એ આ સ્ટોકમાં 3 મહિનાની દ્રષ્ટિએ ખરીદીની સલાહ આપી છે. 1555-1492 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. નિચલા સ્તર પર ADD કરો. રેન્જની નીચે 1446 રૂપિયાના સ્તર પર સ્ટોપલોસ મેન્ટેન કરવાનો છે. પ્રથમ ટાર્ગેટ 1695 રૂપિયા અને બીજો 1790 રૂપિયાનો આપવામાં આવ્યો છે. આ સપ્તાહે સ્ટોકે 1605 રૂપિયાનો હાઈ અને 1302 રૂપિયાનો લો બનાવ્યો છે. 


Patanjali Foods માં બની રહ્યો છે તેજીનો ટ્રેન્ડ
પોતાના રિપોર્ટમાં બ્રોકરેજે કહ્યું કે 22 સપ્તાહ સુધી આ FMCG સ્ટોકમાં કરેક્શન અને કંસોલિડેશન દેખાયું. ટેક્નિકલ ચાર્જ પર તેણે બિયરિશ ટ્રેન્ડ લાઇન ચાર્જને બ્રેક કર્યો છે. વિકલી ચાર્જ પર તેણે 20 સપ્તાહની મૂવિંગ એવરેજ પર સપોર્ટ લીધો છે. ટેક્નિકલ સ્ટ્રક્ચર અપટ્રેન્ડ તરફ ઈશારો કરી રહ્યાં છે. કુલ મળી શોર્ટ ટર્મમાં આ શેર ઈન્વેસ્ટરોને સારૂ રિટર્ન આપી શકે છે.


આ પણ વાંચોઃ સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ, LPG પર પણ મોટી રાહત, આ લોકો માટે ખુશીના સમાચાર


Patanjali Foods Share Price History
પતંજલિ ફૂડ્સનો શેર 1596 રૂપિયા પર બંધ થયો છે. આ સપ્તાહે શેરમાં આશરે 8.5 ટકા, બે સપ્તાહમાં 7.5 ટકા, એક મહિનામાં 7 ટકા, ત્રણ મહિનામાં આશરે 20 ટકા અને આ વર્ષે અત્યાર સુધી 1.5 ટકાની તેજી આવી છે. 9 જાન્યુઆરીએ સ્ટોકે 1714 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો.


(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)