Stocks to buy: આજે શેર બજાર ઘટાડા સાથે બંધ થતા રોકામકારોને મોટું નુકસાન ગયું છે. સવારે બજાર ખુલતા સેન્સેક્સ 1400થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. ફેડરલ રિઝર્વે સ્પષ્ટ કરી દીધુ છે કે તે મોંઘવારીને કાબુમાં લાવવા માટે વ્યાજદરમાં વધારો કરતું રહેશે. બજારના જાણકારોનું કહેવું છે કે ઈન્ડિયન સ્ટોક માર્કેટમાં ઘટાડો તાત્કાલિક છે. રોકાણકાર તેને તકના રૂપમાં જોઈ શકે છે. IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ કહ્યુ કે એકવાર ફરી સેન્સેક્સ 62 હજારના સ્તર સુધી પહોંચશે. તેમણે પાંચ શેરમાં આગામી 4-6 મહિના માટે રોકાણની સલાહ આપી છે. આવનારા દિવસોમાં તેમાં મોટી તેજીનું અનુમાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ITC Share Outlook
આ સમયે આઈટીસીનો શેર 314 રૂપિયાના સ્તર પર છે. વર્ષના અંત સુધી આ શેર 450 રૂપિયા સુધી પહોંચી શકે છે. આ 43 ટકાની તેજી છે. આઈટીસીનો શેર આ સમયે 52 સપ્તાહની ઉચ્ચસપાટીની નજીક છે. આગામી એક-બે મહિનામાં તેની કિંમત 380 રૂપિયા સુધી પહોંચવાની આશા છે. આ શેરે 2022માં અત્યાર સુધી 44 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. 320 રૂપિયાનું સ્તર તેના માટે મહત્વપૂર્ણ છે. જો આ સ્ટોક 320ના સ્તરને પાર કરશે તો વધુ ઉપર જવાની શક્યતા છે. 


Coal India share target price
આ સમયે કોલ ઈન્ડિયાનો શેર 230 રૂપિયાના સ્તર પર છે. તે પોતાના 52 સપ્તાહની ઉચ્ચ સપાટી પર છે. શોર્ટ ટર્મમાં શેરનો ટાર્ગેટ 300 રૂપિયા અને આ વર્ષના અંત સુધી ટાર્ગેટ 350 રૂપિયા આપવામાં આવ્યો છે. વર્તમાન સ્તરના મુકાબલે તે 52 ટકા વધુ છે. કોલ ઈન્ડિયાની ડિમાન્ડ ધ્યાનમાં રાખતા મોતીલાલ ઓસવાલે આ શેરની ટાર્ગેટ કિંમત 290 રૂપિયા રાખી છે. આ વર્ષે કોલ ઈન્ડિયાએ અત્યાર સુધી 67 ટકા રિટર્ન આપ્યું છે. શેયરખાને તેની ટાર્ગેટ પ્રાઇઝ 260 રૂપિયા રાખી છે. 


આ પણ વાંચોઃ મુકેશ અંબાણીએ પુત્રીને આપી મોટી જવાબદારી, હવે આ કંપનીની કમાન સંભાળશે ઈશા


RBL Bank share target price
આજે આરબીએલ બેન્કનો શેર 121.50 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. શોર્ટ ટર્મ માટે ટાર્ગેટ 180 રૂપિયા અને આ વર્ષના અંત સુધીનો ટાર્ગેટ 220 રૂપિયા રાખવામાં આવ્યો છે. વર્તમાન સ્તરના મુકાબલે તે 76 ટકા વધુ છે. શેર માર્કેટ એક્સપર્ટ આ સ્ટોકને લઈને ખુબ બુલિશ છે. 


ICICI Bank share target price
આજે આઈસીઆઈસીઆઈ બેન્કનો શેર 858.35 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. 52 સપ્તાહની ઉચ્ચ સપાટી 887 રૂપિયા છે. આગામી એક-બે મહિનામાં આ શેરનો ટાર્ગેટ 1000 રૂપિયાનો છે અને વર્ષના અંત સુધી શેરનો ટાર્ગેટ 1150 રૂપિયા રાખવામાં આવ્યો છે. વર્તમાન સ્તરના મુકાબલે તેમાં 35 ટકા તેજી છે. મોતીલાલ ઓસવાલે આ શેર માટે ટાર્ગેટ પ્રાઇઝ 1050 રૂપિયા રાખી છે. શેરખાને આ શેર માટે ટાર્ગેટ પ્રાઇઝ 1040 રૂપિયા રાખી છે. 


HDFC Bank share target price
આજે HDFC Bank નો શેર 1440 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. 52 સપ્તાહમાં શેરની ઉચ્ચ સપાટી 1725 રૂપિયા છે. IIFL સિક્યોરિટીઝે શોર્ટ ટર્મમાં આ શેરનો ટાર્ગેટ 1600 રૂપિયા અને વર્ષના અંત સુધી 1800 રૂપિયા રાખ્યો છે. એક્સિસ સિક્યોરિટીઝે આ શેરની ટાર્ગેટ પ્રાઇઝ 1840 રૂપિયા રાખી છે. આઈસીઆઈસી સિક્યોરિટીઝે આ શેરનો ટાર્ગેટ 1874 રૂપિયા રાખ્યો છે. 


(ડિસ્ક્લેમરઃ અહીં સ્કોટ પર સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube