નવી દિલ્હી: કહેવાય છે કે કોઈ પણ મુકામ હાંસલ કરવા માટે સખત મહેનત અને દૃઢ સંકલ્પ જરૂરી છે. આંધ્રપ્રદેશના શ્રીકાંત બોલાએ આ વાત સાચી સાબિત કરી છે. શ્રીકાંતે પોતાની મહેનતના બળ પર ન માત્ર પોતાનો બિઝનેસ ઉભો કર્યો પરંતુ તેને ઉંચાઈ પર પહોંચાડ્યો. આજે ઘણા લોકો તેમની કહાનીથી મોટિવેટ થાય છે. શ્રીકાંત બોલાની કહાની ફિલ્મી લાગે છે, પરંતુ તે એકદમ સાચી છે. શ્રીકાંતે જીવનમાં અનેક પડકારોનો સામનો કર્યો છે. તમને જણાવી દઈએ કે, શ્રીકાંત જન્મથી જ નેત્રહીન છે, ત્યારબાદ પણ માત્ર 29 વર્ષની ઉંમરે તેણે કરોડોનો બિઝનેસ કર્યો છે. ચાલો તમને શ્રીકાંત બોલાની સક્સેસ સ્ટોરી જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જન્મથી છે અંધ
શ્રીકાંતનો જન્મ 1992માં આંધ્રપ્રદેશના એક ખેડૂત પરિવારમાં થયો હતો. તે જન્મથી જ દૃષ્ટિહીન હતો. લોકોએ તેના માતાપિતાને સલાહ આપી કે તેને અનાથાશ્રમમાં મુકી દે. પરંતુ તેના માતા-પિતાએ તેને હંમેશા સાથ આપ્યો. તેમના શિક્ષકો અને સહકર્મીઓએ તેમની ઘણી અવગણના કરી. શાળામાં તેને પાછળના ભાગે બેસાડવામાં આવતો હતો. પરંતુ શ્રીકાંતમાં પણ કંઈક અલગ કરવાની ઈચ્છા હતી. આ ઈચ્છાએ જ તેમને જન્મથી અંધ હોવા છતાં આજે કરોડો રૂપિયાના બિઝનેસના માલિક બનાવ્યા દીધા.

Flipkart સેલની ધમાકેદાર Deals! 1 કિલો ટામેટાં કરતાં પણ ઓછા ભાવે મળી રહ્યા છે આ 5 Smartphones


IITમાં ભણવાનું સપનું હતું
શ્રીકાંત સાયન્સ ભણવા માંગતો હતો, પરંતુ આ માટે તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. જેમતેમ કરીને તેણે સાયન્સનો અભ્યાસ કર્યો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. તેણે 12મા ધોરણમાં બોર્ડમાં 98 ટકા માર્ક્સ મેળવ્યા હતા. તેમનું પરિણામ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ તેણે IITની તૈયારીઓ શરૂ કરી. આ દરમિયાન કોચિંગ સેન્ટરે તેને એડમિશન લેવાની ના પાડી દીધી. પરંતુ તેમછતાં પણ તેણે હાર ન માની. યોગ્ય માર્ગદર્શનના અભાવે તેઓ IITમાં જઈ શક્યા નહોતા, પરંતુ આજે IITના વિદ્યાર્થીઓ તેમને પોતાનો આદર્શ માને છે.


અમેરિકાથી કર્યો અભ્યાસ
આઈઆઈટીમાં પ્રવેશ ન મળતાં શ્રીકાંતે અમેરિકાની ટોચની ટેક્નોલોજી સ્કૂલ એમઆઈટી માટે અરજી કરી અને તે અંધ પસંદગી પામનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી બન્યો. અભ્યાસ પૂરો કર્યા બાદ તે ત્યાં રહીને આરામદાયક જીવન જીવી શકતો હતો. પરંતુ તેણે ભારત પાછા આવવાનું નક્કી કર્યું અને અહીં આવીને પોતાની કંપની શરૂ કરી. તેણે 9 વર્ષ પહેલા બોલન્ટ ઈન્ડસ્ટ્રીઝ (Bollant Industries) ની શરૂઆત કરી હતી.

આ વ્રતને કરવામાં ભૂલ કરી તો આખા પરિવારને ચૂકવવી પડશે કિંમત, અચૂક જાણી લો


150 કરોડ રૂપિયાનું છે ટર્નઓવર
તેમની પ્રતિભાને દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata) એ ઓળખી અને તેમની કંપનીમાં રોકાણ કર્યું. પેકેજિંગ સોલ્યુશન્સનું ઉત્પાદન કરતી બોલાન્ટ ઈન્ડસ્ટ્રીઝ મજબૂત રીતે આગળ વધતી રહી. કંપનીએ 2018 સુધી રૂ. 150 કરોડનો બિઝનેસ હાંસલ કર્યો હતો. શ્રીકાંતની કંપનીના 5 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે અને કંપનીએ 650થી વધુ લોકોને રોજગારી આપી છે. આમાંથી લગભગ અડધા લોકો ડિફરન્ટલી એબલ્ડ કેટેગરીમાંથી આવે છે.

2022 માં રિલીઝ થશે આ 10 ફિલ્મો, પરંતુ શાહરૂખ-સલમાનને મોટો આંચકો


ઘણા એવોર્ડથી થઇ ચૂક્યા છે સન્માનિત
વર્ષ 2017માં શ્રીકાંતને ફોર્બ્સ 30 અન્ડર 30 એશિયાની યાદીમાં સ્થાન મળ્યું હતું. એશિયામાંથી પસંદ થનાર 3 ભારતીયોમાં તે એક હતો. તેમને CII ઇમર્જિંગ એન્ટરપ્રેન્યોર ઑફ ધ ઇયર 2016, ECLIF મલેશિયા ઇમર્જિંગ લીડરશિપ એવોર્ડ જેવા ઘણા એવોર્ડ મળ્યા છે.


બનવા માંગે છે રાષ્ટ્રપતિ
2006 માં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વારા સંબોધવામાં આવેલા ભાષણ દરમિયાન વિદ્યાર્થીઓમાં શ્રીકાંત સામેલ હતો. મિસાઈલ મેને તેને પૂછ્યું, 'તમે જીવનમાં શું બનવા માંગો છો?' આ પ્રશ્નના જવાબમાં શ્રીકાંતે કહ્યું, 'હું ભારતના પ્રથમ અંધ રાષ્ટ્રપતિ બનવા માંગુ છું.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube