નવી દિલ્હીઃ ત્રણ કંપનીઓ સુલા વાઇનયાર્ડ્સ (Sula Vineyards IPO), લેન્ડમાર્ક કાર્સ (Landmark Cars IPO) અને અંબસ હોલ્ડિંગ્સ (Ambus Holdings IPO) આગામી સપ્તાહે પોતાની ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) લાવી રહી છે. આ ત્રણ આઈપીઓ સામૂહિક રૂપથી 1858 કરોડ રૂપિયા ભેગા કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે ખુલશે આ કંપનીના આઈપીઓ
શેર બજાર દ્વારા ઉપલબ્ધ જાણકારી અનુસાર દારૂ કંપની સુલા વાઇનયાર્ડ્સ અને અંબસ સમૂહની ફાઇનાન્શિયલ સર્વિસ યુનિટ અંબસ હોલ્ડિંગ્સનો આઈપીઓ 12 ડિસેમ્બરે ખુલસે. તો વાહન ડીલરશિપ લીડરશિપ લેન્ડમાર્ક કાર્સનો આઈપીઓ રોકાણ માટે 13 ડિસેમ્બરે ખુલશે. આ વર્ષે એટલે કે 2022માં અત્યાર સુધી 33 કંપનીઓ આઈપીઓ દ્વારા 55,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ભેગી કરી ચુકી છે. તો આંકડા પ્રમાણે 221માં 63 આઈપીઓ દ્વારા 1.19 લાખ કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા. 


આ પણ વાંચોઃ આ યોજના હેઠળ તમારી દીકરીને મળશે એક લાખ કરતા પણ વધુ રકમ, જાણો વિગતો


સુલા વાઇનયાર્ડ્સ આઈપીઓની વિગત 
સુલા વાઇનયાર્ડ્સનો આઈપીઓ પ્રમોટર્સ, રોકાણકાર અને અન્ય શેરધારકો તરફથી કુલ 2,69,00,532 ઇક્વિીટી શેરના ઓફર ફોર સેલ (ઓએફએસ) ના રૂપમાં હશે. કંપનીએ આઈપીઓ માટે 340-357 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. આ પ્રાઇઝ બેન્ડના ઉપરી સ્તરથી કંપનીને 960.35 કરોડ રૂપિયા મળવાની આશા છે. 


અંબસ હોલ્ડિંગ્સના આઈપીઓની વિગત
અંબસ હોલ્ડિંગ્સ આઈપીઓ હેઠળ 38 લાખ નવા શેર જાહેર કરશે. આ સિવાય કંપનીના પ્રમોટર્સ અભિષેક બંસલ 90 લાખ શેર વેચવાની રજૂઆત કરશે. કંપનીએ આઈપીઓ માટે 256-270 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. કંપની આ આઈપીઓ દ્વારા 345 કરોડ રૂપિયા ભેગા કરી શકે છે. આ આઈપીઓમાં ઈન્વેસ્ટર 15 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકશે. 


આ પણ વાંચોઃ Post Office દ્વારા કમાણીની તક, ફ્રેન્ચાઇઝી લઈને તમે પણ આપી શકો છો પોસ્ટ ઓફિસની સેવાઓ


લેન્ડમાર્ક કાર્સ આઈપીઓ વિગત
લેન્ડમાર્ક કાર્સના 552 કરોડ રૂપિયાના આઈપીઓ હેઠળ 150 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે અને 402 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ હશે. આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 481-506 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યા છે. આ ત્રણેય કંપનીઓના શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube