Post Office દ્વારા કમાણીની તક, ફ્રેન્ચાઇઝી લઈને તમે પણ આપી શકો છો પોસ્ટ ઓફિસની સેવાઓ

Post Office પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી કરિયરની શરૂઆત કરવા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. ફ્રેન્ચાઇઝી ખોલ્યા બાદ તમે પોસ્ટ ટિકિટ, સ્પીડ પોસ્ટ, મની ઓર્ડર અને અન્ય ઘણા પ્રકારની સર્વિસ આપીને કમાણી કરી શકો છો. 

Post Office દ્વારા કમાણીની તક, ફ્રેન્ચાઇઝી લઈને તમે પણ આપી શકો છો પોસ્ટ ઓફિસની સેવાઓ

નવી દિલ્હીઃ પોસ્ટ ઓફિસ દેશની સૌથી વિશ્વાસપાત્ર સંસ્થાઓમાંથી એક છે. દેશના કરોડો લોકો બચત કરવા માટે પોસ્ટ ઓફિસ પર વિશ્વાસ રાખે છે. પોસ્ટ ઓફિસનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલો છે, પરંતુ હજુ ઘણા એવા વિસ્તાર નથી, જ્યાં કનેક્ટિવિટી એટલી સારી નથી. પોતાના નેટર્કમાં વિસ્તાર માટે ઈન્ડિયન પોસ્ટે થોડા સમય પહેલા ફ્રેન્ચાઇઝી સર્વિસ લોન્ચ કરી છે. 

ત્યારબાદ તમે સરળતાથી પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લઈ શકો છો. તેના દ્વારા તમે પણ તમારા વિસ્તારમાં પોસ્ટ ઓફિસવાળી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકો છો. આવો જાણીએ આ યોજના વિશે.....

પોસ્ટ ઓફિસમાં ફ્રેન્ચાઇઝી સ્કીમ
પોસ્ટ ઓફિસની વેબસાઇટ અનુસાર બે પ્રકારની પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી હોય છે. પહેલા આઉટલેટ ફ્રેન્ચાઇઝી અને ફ્રેન્ચાઇઝી પોસ્ટલ એજન્ટ્સ. તમારી સુવિધા અનુસાર કોઈપણ ફ્રેન્ચાઇઝી પ્લાન પસંદ કરી શકો છો. 

કોણ કરી શકે છે અરજી?
18 વર્ષની ઉપર કોઈપણ વ્યક્તિ ફ્રેન્ચાઇઝી માટે અરજી કરી શકે છે. અરજી કરનાર વ્યક્તિનો કોઈપણ પરિવારજન પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી ન હોવો જોઈએ. તો કોઈ સરકારી માન્યતા પ્રાપ્ત સ્કૂલમાંથી 8 ધોરણ પાસ હોવા જોઈએ. 

પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝીનો ખર્ચ
આઉટલેટ ફ્રેન્ચાઇઝી, પોસ્ટલ એજન્ટ્સની તુલનામાં ખુબ સસ્તું હોય છે, કારણ કે તેમાં માત્ર સર્વિસના કાર્ય હોય છે. સ્ટેશનરી પર ખર્ચ થવાને કારણે પોસ્ટલ એજન્ટ્સ થોડા મોંઘા હોય છે. પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી માટે ઓછામાં ઓછા 200 સ્ક્વેર ફૂટની ઓફિસની જગ્યા હોવી જોઈએ. આ સિવાય 500 રૂપિયા સિક્યોરિટી અમાઉન્ટ હોવું જોઈએ. તેમાં જમા કર્યા બાદ તમને ફ્રેન્ચાઇઝી ખોલવાની મંજૂરી મળી જશે. 

પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી ખોલી કરો કમાણી
ફ્રેન્ચાઇઝી ખોલ્યા બાદ તમે પોસ્ટ ટિકિટ, સ્પીડ પોસ્ટ, મની ઓર્ડર વગેરે પ્રકારની સર્વિસ આપીને કમાણી કરી શકો છો. એક ડાક પોસ્ટના બુકિંગ પર તમને 3 રૂપિયા, સ્પીડ પોસ્ટ પર 5 રૂપિયા, પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્ટેશનરીના વેચાણ પર તમને 5 ટકા કમીશન મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news