Railway Update: આવતીકાલથી અમદાવાદથી હાવડા વચ્ચે દોડશે સુપરફાસ્ટ વિશેષ ટ્રેન
પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મુસાફરોની સુવિધા માટે તારીખ 06 મે, 2021 નારોજ અમદાવાદ (Ahmedabad) થી હાવડા (Howrah) ની વચ્ચે વન-વે સુપરફાસ્ટ (superfast train) વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે,
અમદાવાદ: પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મુસાફરોની સુવિધા માટે તારીખ 06 મે, 2021 નારોજ અમદાવાદ (Ahmedabad) થી હાવડા (Howrah) ની વચ્ચે વન-વે સુપરફાસ્ટ (superfast train) વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, આ વિશેષ ટ્રેન સંપૂર્ણ રીતે રિઝર્વ રહેશે. મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝાના જણાવ્યા મુજબ આ ટ્રેનની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 09427 અમદાવાદ-હાવડા સુપરફાસ્ટ વિશેષ ટ્રેન તારીખ 06 મે 2021, ગુરુવાર ના રોજ સવારે 10:00 કલાકે અમદાવાદ થી દોડશે અને શુક્રવારે રાત્રે 21:00 કલાકે હાવડા પહોંચશે. માર્ગમાં આ ટ્રેન વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, અકોલા જંકશન, વડનેરા, વર્ધા જંકશન, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા જંકશન, રાઉરકેલા, ટાટાનગર અને ખડગપુર સ્ટેશન પર રોકાશે.
Viral Video: લાખણી યુવાનને પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું...મળી તાલીબાની સજા
આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે અને ટ્રેનનું પેસેન્જર રિઝર્વેશન તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ યાત્રી આરક્ષણ કેન્દ્ર પર અને IRCTC વેબસાઇટ પર 05 મે 2021 થી શરૂ થશે.
મુસાફરો ટ્રેન ની સંરચના, આવર્તન, ઓપરેટિંગ દિવસો અને સ્ટોપેજ તથા ટ્રેન ના આગમન અને પ્રસ્થાન ની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટ વાળા મુસાફરોને જ આ વિશેષ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube