Viral Video: લાખણી યુવાનને પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું...મળી તાલીબાની સજા

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા (Banaskantha) છેવાડાના તાલુકાના લાખડી નજીક કુડા ગામનો યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે કોટડા ગયો હતો.

Viral Video: લાખણી યુવાનને પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું...મળી તાલીબાની સજા

અલ્કેશ રાવ, પાલનપુર: પ્રેમને કોઇ સીમા કે બંધનો નડતા નથી. પ્રેમીપંખીડા સાત સમુંદર પાર પોતાના પ્રેમને મળવા માટે પહોંચી જાય છે. ત્યારે ક્યારેક પકડાઇ જતાં તેમને મળવાની મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. ત્યારે આવી ઘટના બનાસકાંઠાથી સામે આવ્યા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

બનાસકાંઠા (Banaskantha) ના કોટડા ગામે એક પ્રેમી યુવક નું મુંડન કરી તાલીબાની સજા આપી હોવાની ઘટના સામે આવી છે. પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી યુવક ગ્ર્રામજનોના હાથે પકડાઇ જતાં તેનું મુંડન કરી વીડિયો બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ આ વીડિયોને વાયરલ (Viral Video) કરવામાં આવ્યો હતો.  

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા (Banaskantha) છેવાડાના તાલુકાના લાખડી નજીક કુડા ગામનો યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે કોટડા ગયો હતો. આ દરમિયાન તે ગ્રામજનોના હાથે ઝડપાઇ જતાં ગ્રામજનોને તાલિબાની સજા ફટકારી હતી. ગ્રામજનોએ યુવકનું મુંડન કરાવી તેનો વીડિયો (Viral Video) બનાવ્યો હતો. અને ત્યારબાદ તેને વાયરલ કર્યો હતો. જોકે આ મામલે હજી સુધી પોલીસ મથકે કોઇ જ ફરિયાદ નોંધાઈ નથી.

અત્રે નોંધનીય છે કે ગુજરાત (Gujarat) માં અવાર નવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. જેમાં લોકો પોતે જ સજા ફટકારતા હોય છે. તાજેતરમાં જેમાં એક યુવતીને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો છે. કારણ કે તેણે એક દુકાનમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો અને જે બાદ લોકોએ તેને પકડીને બાંધી દીધી હતી. વીડિયો વાયરલ (Viral Video) થતા પોલીસ દોડતી થઇ ગઇ છે અને કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news