ચેતન પટેલ/સુરત :દુબઈ ખાતે આયોજિત બિઝનેસ એક્સ્પો (Dubai Business Expo 2021) માં સુરતમાં નિર્મિત થઈ રહેલા ડાયમંડ બુર્સનું વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન (Virtual Presentation of The Diamond Burs) કરવામાં આવ્યા બાદ વિશ્વના નામાંકિત બિઝનેસમેનોએ સુરત ખાતે ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવાની તૈયારી દાખવી છે. સાથે જ સુરતના ડાયમંડ બુર્સનું જાન્યુઆરી 2022માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન થશે. જેમાં રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનને  આમંત્રણ આપવામાં આવશે. આ ઓક્શન હાઉસ વિશ્વનું સૌથી મોટું ઓક્શન હાઉસ બનશે. બુર્સમાં ઓક્શન હાઉસ 50 હજાર સ્ક્વેર ફૂટમાં તૈયાર કરાયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂબઈમાં સુરતની ડિમાન્ડ 
દુબઈમાં ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ ઓપર્ચ્યુનિટી (Investment Opportunity In Gujarat) વિશે આયોજિત એક ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં દુબઈના 10થી વધુ રોકાણકારોએ સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સ (Surat Diamond Burs) માં ઓફિસ ખરીદવા માટેની તૈયારી દાખવી છે. દુબઈમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં સુરતમાં નિર્માણ પામી રહેલા ડાયમંડ બુર્સનું એક ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન જોઈને વિશ્વના દિગ્ગજ બિઝનેસમેન પ્રભાવિત થયા હોવાનું ત્યાં ઉપસ્થિત જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજિયન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું છે.


આ પણ વાંચો : માનવામાં ન આવે તેવી ઘટના ગુજરાતના નાનકડા મંદિરમાં બની, શિવલિંગને ફરતે વીંટળાઈ ગયો સાપ


બુર્સમા ઓફિસ ખરીદવા તત્પર ઉદ્યોગપતિઓ
સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સની ખ્યાતિ હવે વિશ્વભરમાં પ્રસરી રહી છે. દુબઈની તાજ બિઝનેસ હોટેલમાં ગુજરાતમાં રોકાણની તકો અંગે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ માટે વૈશ્વિક કક્ષાનું મોટામાં મોટું સેન્ટર આકાર પામી ચૂક્યું છે, એ જોઈ જાણીને તેઓ ભારે પ્રભાવિત થયા હતા. પ્રેઝન્ટેશન બાદ દુબઈના સ્થાનિક હીરા ઝવેરાત ઉદ્યોગપતિઓ ઉપરાંત વિશ્વભરના ઉદ્યોગ સમૂહના બિઝનેસ ટાયકૂને સુરતના ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવા માટે તૈયારી દાખવી હતી. 10થી વધુ રોકાણકારો એવા છે જેમણે તાત્કાલિક ઓફિસ ખરીદવા માટે પૂછપરછ કરી હતી. આ સિવાય ડાયમંડ બુર્સમાં ભારતના હીરા ઝવેરાતના અગ્રણી ઉદ્યોગકારો તો રસ દાખવી જ રહ્યા છે.