માનવામાં ન આવે તેવી ઘટના ગુજરાતના નાનકડા મંદિરમાં બની, શિવલિંગને ફરતે વીંટળાઈ ગયો સાપ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :માનવ જીવન જેટલુ હકીકત છે, તેટલુ જ રહસ્યો અને ચમત્કારોથી ભરેલુ છે. તેમાં પણ ભારતમાં ડગલે ને પગલે ભક્તિનો વાસ છે. જ્યાં ભક્તિ છે ત્યાં શ્રદ્ધા અને ચમત્કાર (superstition) બંને છે. આવામાં પોરબંદર (Porbandar) ના એક નાનકડા શિવમંદિરમાં ચમત્કાર સર્જાયો હતો. પોરબંદરના એક શિવ મંદિરમાં સાપ (snake video) આવી ચઢ્યો હતો.
બન્યુ એમ હતુ કે, પોરબંદર શહેરમાં ભાવેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે. આ મંદિરમાં અનેક ભક્તો પૂજા કરવા આવતા હોય છે. આવામાં સોમવારે બપોરે મંદિરના પૂજારી દ્વારા ગર્ભગૃહની સફાઈ કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક સાપ આવી ચઢ્યો હતો. મંદિરના પૂજારી અશ્વીનીગીરી ગોસ્વામીની નજરે આ સાપ ચઢ્યો હતો. જોતજોતામાં સાપ શિવલિંગને ફરતે વીંટળાઈ ગયો હતો.
આ પણ વાંચો : ભાજપની મહિલા અગ્રણીનો ઓડિયો વાયરલ, ‘હું ઇન્દ્રની અપ્સરા છું, મને મૂકીને મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહિ’
પહેલા તો પૂજારી અને ત્યા ઉભેલા કેટલાક ભક્તો સાપ જોઈને ડરી ગયા હતા. કારણ કે, આ સાપ ચારેક ફૂટ જેટલો લાંબો હતો. મંદિરમાં સાપ આવી ચઢ્યાની ઘટના વાયુવેગે ફેલાઈ ગઈ હતી, સાથે જ તેના વીડિયો પણ પોરબંદરના સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે, બાદમાં એક યુવકે સાપને ત્યાંથી ઉઠાવીને અન્ય સલામત સ્થળે મૂક્યો હતો, જેથી સાપ ત્યાંથી જતો રહ્યો હતો.
પરંતુ મંદિરમાં સાપ આવવાની ઘટનાને લોકોએ શ્રદ્ધા ગણાવી હતી. સાથે જ લોકોએ સાપને જોઈને હર હર મહાદેવના નારા લગાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે