₹15 પર આવ્યો હતો IPO, શેરમાં તોફાની તેજી, આજે 1.20 લાખના રોકાણના બની ગયા 1 કરોડ
Multibagger IPO: શેર બજારમાં ઘણા એવા સ્ટોક હોય છે જે મલ્ટીબેગર સાબિત થાય છે. જેમાં રોકાણકારો મોટી કમાણી કરતા હોય છે. આવો એક શેર સુરતવાલા બિઝનેસનો છે. તેણે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે.
Multibagger IPO: શેર બજારમાં રોકાણ કરવું કોઈ ધંધામાં રોકાણ કરવા જેવું છે. રોકાણ બાદ જ્યાં સુધી સંભવ હોય શેર તમારી પાસે રાખવા જોઈએ. એક સ્ટોક ઈન્વેસ્ટરે તે માનવું જોઈએ કે વધુ નફો સ્ટોક ખરીદવા અને વેચવામાં નહીં પરંતુ હોલ્ડ કરવામાં છે. તેથી જ્યાં સુધી સંભવ બોય સ્ટોકને તમારી પાસે રાખવા જોઈએ. આ નિયમ આઈપીઓ ઈન્વેસ્ટરો પર પણ લાગૂ થાય છે. આજે અમે તમને એક એવા સ્ટોક વિશે જણાવી રહ્યાં છીએ જેમાં પૈસા લગાવનાર લાંબાગાળામાં કરોડપતિ બની ગયા. આ શેર છે સુરતવાલા બિઝનેસ (Suratwwala Business)નો.
₹15 પર આવ્યો હતો IPO
સુરતવાલા બિઝનેસ આઈપીઓ ઓગસ્ટ 2020માં 15 રૂપિયા પ્રતિ શેરની ફિક્સ્ડ કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો. ફિક્સ્ડ ઈશ્યૂ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. એક બોલી લગાવનારને આ એસએમઈ આઈપીઓના લોટમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને બીએસઈ એસએમઈ આઈપીઓના એક લોટમાં 8000 કંપનીના શેર સામેલ હતા. આ એસએમઈ આઈપીઓમાં રોકાણ કરવા માટે જરૂરી રકમ ₹1.20 લાખ ( ₹15 x 8000) હતી. એસએમઈ સ્ટોક 13 ઓગસ્ટ 2020ના 15.45 રૂપિયા પર લિસ્ટ થયો હતો. પરંતુ ધીમા લિસ્ટિંગ બાદ જો કોઈએ આજ સુધી શેરમાં રોકાણ કર્યું હોત તો તેના ₹1.20 લાખ આજે 1 કરોડ રૂપિયા બની ગયા હોત.
1:10 સ્ટોક સ્પ્લિટ
સોફ્ટ લિસ્ટિંગ બાદ એસએમઈ સ્ટોકમાં જોરદાર તેજી જોવા મળી હતી. ત્યારબાદ 18 એપ્રિલ 2024ના 1:10 સ્ટોક વિભાજન થયું હતું. તેનો મતલબ છે કે જો કોઈ ઈન્વેસ્ટરે આજ સુધી શેર રાખ્યા હોત તો તેની પ્રારંભિક શેરધારિતા દસ ગણી વધી ગઈ હોત. ઉદાહરણ માટે 1.20 લાખનું પ્રારંભિક રોકાણ સ્ટોક વિભાજન બાદ 80,000 શેર થઈ ગયા હોત.
₹1.20 લાખ ₹1 કરોડ થઈ ગયા
સવારના સોદા દરમિયાન સુરતવાલા બિઝનેસ શેરની કિંમત 125.40 ના ઈન્ટ્રાડે હાઈ પર પહોંચી ગઈ હતી. આ તેજી બાદ એસએમઈ સ્ટોકમાં રોકાણ યથાવત રાખ્યું હોત તે ફાયદાકારક હોત. જો કોઈએ સોફ્ટ લિસ્ટિંગ બાદ શેર રાખ્યા હોત તો તેનું 1.20 લાખની શરૂઆતી વેલ્યૂ આજે વધીને ₹1,00,32,000 થઈ ગઈ હોત.