હવે ઘરે બેઠા ઓર્ડર કરશો તો ડ્રોનથી આવી જશે ભોજન અને રાશન! શરૂ થવા જઈ રહ્યો છે આ પ્રોજેક્ટ
સ્વિગી ડ્રોન મારફતે દિલ્હી-એનસીઆર અને બેંગ્લુરુ જેવા શહેરોમાં કરિયાણાનો સામાન પહોંચાડશે. તેણા માટે સ્વિગીએ ગરૂડ એયરોસ્પેસ સાથે ભાગેદારી કરી છે. જોકે હાલ આ શહેરોમાં ટ્રાયલ રન કરવાની તૈયારી ચાલી રહી છે.
નવી દિલ્હી: આજકાલ લોકો ઓનલાઈન ફૂડ તરફ વળ્યા છે. પરંતુ તમને કોઈ એવું કહે કે હવે તમારા ઘરે કોઈ ડિલવરી બોય નહીં, પરંતુ ડ્રોન મારફતે ખાવા પીવાનો સામાન પહોંચશે તો તમને નવાઈ લાગશે. પરંતુ આ વાત બિલકુલ સત્ય છે. સ્વિગી ટૂંક સમયમાં તમારા ઘરે ખાવા-પીવાનો સામાન ડ્રોન મારફતે પહોંચાડશે.
સ્વિગી ડ્રોન મારફતે દિલ્હી-એનસીઆર અને બેંગ્લુરુ જેવા શહેરોમાં કરિયાણાનો સામાન પહોંચાડશે. તેણા માટે સ્વિગીએ ગરૂડ એયરોસ્પેસ સાથે ભાગેદારી કરી છે. જોકે હાલ આ શહેરોમાં ટ્રાયલ રન કરવાની તૈયારી ચાલી રહી છે. આ પાયલોટ પ્રોજેક્ટ મારફતે સ્વિગીની ગ્રોસરી ડિલીવરી સર્વિસ ઈંસ્ટામાર્ટમાં ડ્રોનના ઉપયોગની જરૂરિયાતની ગણતરી કરવામાં આવશે.
ગરૂડ એયરોસ્પેસ તાજેતરમાં ખુબ ચર્ચામાં છે. ગુડગાંવ અને ચેન્નાઈમાં તેણા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝનું ઉદ્ધઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. કંપનીના મતે, 250 મિલિયન ડોલર (લગભગ 1,910 કરોડ રૂપિયા)ની વેલ્યૂની સાથે ગરૂડ એયરોસ્પેસ દેશની સૌથી વેલ્યૂએબલ ડ્રોન સ્ટાર્ટઅપ છે. કંપનીની યોજના વર્ષ 2024 સુધી 1,00,000 સ્વદેશી ડ્રોન બનાવવાની છે. આ સંપૂર્ણ રીતે ઈન્ડિયામાં તૈયાર થશે.
એક બ્લોગ પોસ્ટમાં સ્વિગીએ જણાવ્યું છે કે ડિલીવરી પાર્ટનર 'કોમન પોઈન્ટ' થી ઓર્ડર લેશે અને તેણે ગ્રાહકો સુધી પહોંચાડશે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર ગરૂડ એયરોસ્પેસે જણાવ્યું છે કે સ્વિગીએ તેના માટે રિક્વેસ્ટ કરી હતી અને એક પ્રપોઝલ મોકલ્યું હતું. ગરૂડ એયરોસ્પેસના ફાઇન્ડર CEO અગ્નિશ્વર જયપ્રકાશે આ પાર્ટનરશિપને 'ડ્રોનથી ડિલીવરીમાં એક નવા યુગની સવાર' ગણાવી છે. તેમના મતે, શહેરોમાં ભારે ભીડમાં સ્વિગી જેવા સ્ટાર્ટઅપ સમજી ગયા છે કે એડવાન્સ ગરૂડ એયરોસ્પેસ ડ્રોન મારફતે લોકોના ઘર સુધી ડિલિવરી પહોંચાડવામાં કેવી રીતે ભૂમિકા ભજવી શકે છે.
વાત કરીએ સ્વિગીની તો આ ફૂડ ડિલિવરી સર્વિસ પ્રોવાઈડર ગત વર્ષ Swiggy One નામથી એક અપગ્રેડેડ મેમ્બરશિપ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ સબ્સક્રિપ્શન પ્લાન મેમ્બર્સને ફૂડ, ગ્રોસરી જેવી ઘણી ચીજો માટે તમામ ઓનલાઈન ડિલીવરી પ્લેટફોર્મની સર્વિસમાં મફતમાં ડિલીવરી, ડિસ્કાઉન્ટ અને ઘણા પ્રકારના બેનિફિટ આપે છે.
નવા Swiggy One મેમ્બરશિપ પ્લાનની કીંમત પહેલા ત્રણ મહીના માટે 299 રૂપિયા અને આખા વર્ષ માટે 899 રૂપિયા છે. તેનો મતલબ એવો છે કે એક મેમ્બર વાર્ષિક પ્લાન હેઠળ મહીનામાં માત્ર 75 રૂપિયા ખર્ચ કરશે અને તેમાં તેમણે ઘણા પ્રકારના ફાયદા મળશે. Swiggy One સબ્સક્રિપ્શન 70 હજારથી વધુ પોપુલર રેસ્ટોરાથી અનલિમિટેડ ફ્રી ડિલીવરીની સાથે 99 રૂપિયાથી ઉપરના તમામ ઓર્ડર પર અનલિમિટેડ ફ્રી ઈંસ્ટામાર્ચ ડિલીવરી આપે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube