બ્લેક મની રાખનારાઓની હવે ખેર નથી, સ્વિક બેંકે 11 ભારતીયોના નામનો કર્યો ખુલાસો
સ્વિસ બેંકના વિદેશી ગ્રાહકોની સૂચનાઓ શેર કરવા સંબંધિત સ્વિત્ઝરલેંડના ફેડરલ ટેક્સ વિભાગની નોટીસ અનુસાર, સ્વિત્ઝરલેંડે તાજેતરના સમયમાં કેટલાક દેશોની સાથે સૂચનાઓ શેર કરવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે.
નવી દિલ્હી/બર્ન: સ્વિત્ઝરલેંડે તેની બેંકોમાં ખાતા ધરાવનાર ભારતીય સંબંધોમાં સૂચનાઓ શેર કરવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. ગત અઠવાડિયે જ લગભગ એક ડઝન ભારતીયોને આ સંબંધમાં નોટિસ જાહેર કરી દેવામાં આવી છે. સ્વિત્ઝરલેંડની જોગવાઇઓએ માર્ચથી અત્યાર સુધી સ્વિસ બેંકોના ભારતીય ગ્રાહકોને ઓછામાં ઓછી 25 નોટિસ જાહેર કરી ભારત સરકાર સાથે તેમની જાણકારી શેર કરવા વિરૂદ્ધ અપીલની એક અંતિમ તક આપવામાં આવી છે.
Xiaomi લોન્ચ કરશે બાળકો માટે ખાસ પેન, કંટાળો આવે તો સાંભળી શકશો વાર્તાઓ
સ્વિત્ઝરલેંડ તેની બેંકોમાં ખાતા ધરાવનાર ગ્રાહકોની ગોપનીયતા જાળવી રાખવાને લઇને એક મોટા વૈશ્વિક નાણાકીય કેંદ્વના રૂપમાં ઓળખવામાં આવી રહ્યું છે. પરંતુ ચોરીના મામલે વૈશ્વિક સ્તર પર કરાર બાદ હવે ગોપનીયતાની દીવાલ રહી નથી. ખાતાધારકોની સૂચનાઓને શેર કરવાને લઇને ભારત સરકાર સાથે તેને કરાર કર્યો છે. અન્ય દેશોની સાથે પણ આવા કરાર કરવામાં આવ્યા છે.
આ નાની ભૂલ પડી શકે છે ભારે, બંધ થઈ જશે તમારૂ WhatsApp
સ્વિસ બેંકના વિદેશી ગ્રાહકોની સૂચનાઓ શેર કરવા સંબંધિત સ્વિત્ઝરલેંડના ફેડરલ ટેક્સ વિભાગની નોટીસ અનુસાર, સ્વિત્ઝરલેંડે તાજેતરના સમયમાં કેટલાક દેશોની સાથે સૂચનાઓ શેર કરવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. ગત કેટલાક અઠવાડિયા દરમિયાન સંબંધિત મામલે વધુ તેજી જોવા મળી છે. સ્વિત્ઝરલેંડ સરકારે ગેજેટ દ્વારા જાહેર કરેલી જાણકારીઓમાં ગ્રાહકોના પુરા જણાવ્યા નથી ફક્ત શરૂઆતી પ્રક્રિયા અક્ષર જણાવ્યા છે. આ ઉપરાંત ગ્રાહકોની રાષ્ટ્રીયતા અને જન્મ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગજેટ અનુસાર ફક્ત 21 ભારતીયોને નોટીસ જાહેર કરવામાં આવી છે.
SAMSUNG એ લોન્ચ કરી 10000mAh વાળી વાયરલેસ પાવર બેંક
નામની શરૂઆત અક્ષર અને જન્મ તારીખ જણાવવામાં આવી છે
જે બે ભારતીયોનું પુરૂ નામ જણાવવામાં આવ્યું છે તેમાં મે 1949માં પેદા થયેલા કૃષ્ણ ભગવાન રામચંદ અને સપ્ટેમ્બર 1972 માં પેદા થયેલા કલ્પેશ હર્ષદ કિનારીવાલા સામેલ છે. જોકે તેના વિશે અન્ય જાણકારીઓનો ખુલાસો કરવામાં આવ્યો નથી. અન્ય નામોમાં તેમના શરૂઆતી અક્ષર જણાવવામાં આવ્યા છે તેમાં 24 નવેમ્બર 1944ને જન્મેલા એએસબીકે, 9 જુલાઇ 1944ને જન્મેલા એબીકેઆઇ, 2 નવેમ્બર 1983ના જન્મેલી શ્રીમતી પીએએસ, 22 નવેમ્બર 1973ના જન્મેલી શ્રીમતી આરએએસ, 27 નવેમ્બર 1944 જન્મેલી એપીએસ, 14 ઓગસ્ટ 1949ના જન્મેલી શ્રીમતી એડીએસ, 20 મે 1935ના રોજ જન્મેલી એમએલએ, 21 ફેબ્રુઆરી 1968ના જન્મેલા એનએમએ અને 27 જૂન 1973 ના રોજ જન્મેલા એમએમએ સામેલ છે. આ નોટીસમાં કહેવામાં આવ્યું છે કે સંબંધિત ગ્રાહક અથવા તેમના કોઇ પ્રાધિકૃત પ્રતિનિધિ આવશ્યક દસ્તાવેજી પુરાવાની સાથે 30 દિવસોની અંદર અપીલ કરવા માટે ઉપસ્થિત છે.