TAC Infosec IPO: જો તમે પણ કોઈ આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આગામી સપ્તાહે રોકાણ માટે વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. નોંધનીય છે કે વિજય કેડિયા સમર્થિત ટીએસી ઇન્ફોસેફનો આઈપીઓ બુધવાર 27 માર્ચથી દાવ લગાવવા માટે ઓપન થશે. ઈન્વેસ્ટર 2 એપ્રિલ 2024 સુધી આ એમએસઈ ઈશ્યૂમાં પૈસા લગાવી શકે છે. એન્કર ઈન્વેસ્ટરો માટે આ ઈશ્યૂ 26 માર્ચે ઓપન થશે. કંપનીએ તેની પ્રાઇઝ બેન્ડ 100-109 રૂપિયા નક્કી કરી છે. કંપનીનો ટાર્ગેટ ઈશ્યૂ દ્વારા 29.99 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે, તેમાં 28,29,600 ફ્રેશ ઈક્વિટી શેર સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો અન્ય વિગત
કંપનીએ સ્પ્રેડ એક્સ સિક્યોરિટીઝ માટે 1,41,600 શેર રિઝર્વ કર્યાં છે. બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ ટીએસી ઇન્ફોસેક આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે સ્કાઈલાઈન ફાઈનાન્શિયલ સર્વિસિસ પ્રાઇવેટ ઈશ્યૂના રજીસ્ટ્રાર છે. રિટેલ ઈન્વેસ્ટરો 1200 ઈક્વિટી શેરના એક લોટ માટે 127200 શેરની બોલી લગાવી શકે છે. નોંધનીય છે કે આ ઈશ્યૂમાં દિગ્ગજ ઈન્વેસ્ટર વિજય કિશનલાલ કેડિયા અને તેના પુત્ર અંકિત વિજય કેડિયાની પાસે મોટી ભાગીદારી છે. તેની પાસે કુલ મળી કંપનીના 15.30 લાખ શેર છે, જે પ્રી-આઈપીઓના આધાર પર લગભગ 20 ટકા ભાગીદારી છે. ઈશ્યૂ બાદ તેની ભાગીદારી 14.6 ટકા ઘટી જશે, પરંતુ તેની પાસે રહેલી શેરની સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં.


આ પણ વાંચો- 7th Pay Commission: 30 માર્ચે કેન્દ્રીય કર્મચારીઓની હોળી! એક સાથે મળશે ઘણી ખુશખબર


ગ્રે માર્કેટમાં શું ચાલી રહ્યો છે ભાવ?
ટીએસી ઈન્ફોસેક ગ્રે માર્કેટમાં 80 રૂપિયાના પ્રીમિયમ પર ચાલી રહ્યો છે. એટલે કે પ્રાઇઝ બેન્ડ પ્રમાણે તેની સંભવિત લિસ્ટિંગ પ્રાઇઝ 186 રૂપિયા છે. આ પ્રમાણે જુઓ તો ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 76 ટકાનો ફાયદો થઈ શકે છે. 


કંપની વિશે
નોંધનીય છે કે ટીએસી ઇન્ફોસેકના ગ્રાહકોમાં એચડીએફસી બેન્ક, બંધન બેન્ક, બીએસઈ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ડીએસપી ઈન્વેસ્મેન્ટ મેનેજર્સ, મોતીલાલ ઓસવાલ અને એનએસડીએલ ઈ-ગરર્નંસ સામેલ છે. 30 સપ્ટેમ્બર 2023 સુધી કંપનીમાં 56 કર્મચારી હતા. આ કંપની 2016ની છે. 30 સપ્ટેમ્બર 2023ના સમાપ્ત છ મહિના માટે ટીએસી ઇન્ફોસેકે 5.31 કરોડ રૂપિયાના રેવેન્યૂ સાથે 1.95 કરોડ રૂપિયાનો પ્રોફિટ મેળવ્યો હતો.