5 સપ્ટેમ્બરે ઓપન થઈ રહ્યો છે આ બેન્કનો IPO, રોકાણ માટે 14700 રૂપિયા રાખો તૈયાર
Bank IPO: તમિલનાડ મર્કેટાઇલ બેન્કનો આઈપીઓ 10 ટકા રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રહેશે. જો બેન્કની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો બેન્કનો કરન્ટ અને સેવિંગ ડિપોઝિટ 30 ટકાની આસપાસ છે. 800 કરોડના આઈપીઓની બ્રાઇઝ બેન્ડ 500-525 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેની લોટ સાઇઝ 28 શેરની છે.
નવી દિલ્હીઃ એકવાર ફરી આઈપીઓ લોન્ચ થઈ રહ્યો છે. જો તમે ડ્રીમફોક્સ સર્વિસ અને સિરમા SGS ના આઈપીઓમાં રોકાણ કરી શક્યા નથી તો આગામી સપ્તાહે વધુ એક આઈપીઓ લોન્ચ થઈ રહ્યો છે. તમિલનાડ મર્કેટાઇલ બેન્કનો આઈપીઓ આગામી સપ્તાહે ખુલી રહ્યો છે. બેન્કે આઈપીઓ દ્વારા 800 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેવામાં તમે Tamilnad Mercantile Bank ના આઈપીઓ પર પોતાનો દાંવ અજમાવી શકો છો. તમિલનાડુ મર્કેટાઇલ બેન્કની સ્થાપના 1921માં થઈ હતી.
રોકાણકારો પાસે દાંવ લગાવવાની તક
તમિલનાડ મર્કેટાઇલ બેન્કનો આઈપીઓ 5 સપ્ટેમ્બરે ખુલશે અને 7 સપ્ટેમ્બરે બંધ થશે. એટલે કે ત્રણ દિવસ દરમિયાન રોકાણકારો પૈસા લગાવી શકે છે. 800 કરોડના આઈપીઓની બ્રાઇઝ બેન્ડ 500-525 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેની લોટ સાઇઝ 28 શેરની છે. તૂતીકોરિન સ્થિત તમિલનાડ મર્કેટાઇલ બેન્ક દેશની સૌથી જૂની ખાનગી ક્ષેત્રની બેન્કમાંથી એક છે. તે મુખ્ય રૂપથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમો, કૃષિ અને રિટેલ ગ્રાહકોને બેન્કિંગ અને નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે.
10 ટકા રિટેલ રોકાણકારો માટે રિઝર્વ
તમિલનાડ મર્કેટાઇલ બેન્કનો આઈપીઓ 10 ટકા રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રહેશે. જો બેન્કની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો બેન્કની કરન્ટ અને સેવિંગ ડિપોઝિટ 30 ટકા આસપાસ છે. નાણાકીય વર્ષ 2022 દરમિયાન બેન્કનો નેટ પ્રોફિટ 820 કરોડ રૂપિયા રહ્યો હતો. માર્ચ 2022 સુધીના આંકડા અનુસાર બેન્કની પાસે કુલ 509 બ્રાન્ચ હતી.
આ પણ વાંચોઃ RBI Governor Exclusive: વધતી મોંઘવારીથી સામાન્ય માણસને ક્યારે રાહત મળશે? RBI ગવર્નરે આપ્યો આ જવાબ
બેન્કની પાસે 50 લાખ ગ્રાહક
બેન્કની પાસે 50.8 લાખ ગ્રાહકોનો આધાર છે. તેમાંથી 41.8 ટકા તો તમિલનાડુમાંથી આવે છે. પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને દિલ્હીમાં પણ તેની બ્રાન્ચ છે. નાણાકીય વર્ષ 2021-2022માં તેનો ગ્રોસ એનપીએ 1.69 ટકા રહ્યો, જે પાછલા વર્ષે 3.44 ટકા રહ્યો હતો.
આઈપીઓની કુલ ઓફરના 75 ટકા એન્કર રોકાણકારો માટે અને 15 ટકા બિન-સંસ્થાગત રોકાણકારો માટે રિઝર્વ રહેશે. બાકી ભાગીદારી રિટેલ નિવેશકોની રહેશે.
31 રૂપિયાના પ્રીમિયમ પર મળી રહ્યાં છે બેન્કના શેર
બજાર પર નજર રાખનાર લોકોનું કહેવું છે કે તમિલનાડ મર્કેટાઇલ બેન્કના શેર શુક્રવારે ગ્રે માર્કેટમાં 31 રૂપિયાના પ્રીમિયમ પર ચાલી રહ્યાં છે. તમિલનાડુ મર્કેટાઇલ બેન્કના શેર 15 સપ્ટેમ્બરે એનએસઈ અને બીએસઈ પર લિસ્ટ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube