નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona) સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સીજનની મોટા પાયે જરૂર પડી રહી છે. દેશમાં અનેક ઠેકાણે ઓક્સીજનની અછત સર્જાઈ છે. આ બધા વચ્ચે દેશના બે મોટા ઔદ્યોગિક જૂથ ટાટા અને રિલાયન્સ આવી કટોકટીની પળે દેશવાસીઓને શક્ય તમામ મદદ કરવા મેદાને આવી ગયા છે. ગઈ કાલે પીએમ મોદીના સંબોધન બાદ ટાટા ગ્રુપે એક મોટો નિર્ણય લીધો. આ ઉપરાંત રિલાયન્સ પણ જામનગર રિફાઈનરીમાં પ્રતિદિન 700 ટનથી વધુ મેડિકલ ઓક્સીજનનું ઉત્પાદન કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીના સંબોધન બાદ ટાટા જૂથે લીધો આ નિર્ણય
ટાટા જૂથ તરફથી કરાયેલી ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી તરફથી દેશના લોકોને કરાયેલી અપીલ ખુબ પ્રશંસનીય છે. ટાટા સમૂહ તરીકે અમે કોવિડ 19 વિરુદ્ધ દેશમાં ચાલી રહેલી આ લડતને વધુ મજબૂત કરવા માટે એક નાનકડો પ્રયત્ન કરી રહ્યા છીએ. લિક્વિડ ઓક્સીજનના ટ્રાન્સપોર્ટ માટે ટાટા ગ્રુપ 24 ક્રાયોજેનિક કન્ટેઈનર ઈમ્પોર્ટ કરી રહ્યું છે. જે દેશમાં ઓક્સીજનની અછત દૂર કરવામાં મદદરૂપ થશે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રવિવારે  પણ ટાટા જૂથે કહ્યું હતું કે દેશની જરૂરિયાત જોતા અમે ઓક્સીજન સપ્લાય શરૂ કરી દીધો છે. કંપનીએ કહ્યું હતું કે અમે રોજનો 200-300 ટન લિક્વિડ મેડિકલ ઓક્સીજન સપ્લાય કરી રહ્યા છીએ. આ સપ્લાય વિવિધ રાજ્ય સરકારો અને હોસ્પિટલોમાં થઈ રહ્યો છે.  કંપનીએ કહ્યું હતું કે આ લડતમાં અમે એકજૂથ છીએ અને નિશ્ચિત રીતે તેમાં જીતીશું. 


Corona Update: કોરોનાનો જબરદસ્ત મોટો વિસ્ફોટ, એક દિવસમાં 2.95 લાખથી વધુ કેસ, 2023ના મોત


Remdesivir પર મોદી સરકારે લીધો મોટો મોટો નિર્ણય, ભાવ ઓછા થઈ શકે છે, અછત પણ થશે દૂર!


(અહેવાલ ઈનપુટ- સાભાર ભાષા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube