Remdesivir પર મોદી સરકારે લીધો મોટો મોટો નિર્ણય, ભાવ ઓછા થઈ શકે છે, અછત પણ થશે દૂર!

કોરોનાકાળમાં કોરોનાના દર્દીઓ માટે 'સંજીવની' બનેલી રેમડેસિવિર દવા માટે મોદી સરકારે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. આ છૂટ 31 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. 

Remdesivir પર મોદી સરકારે લીધો મોટો મોટો નિર્ણય, ભાવ ઓછા થઈ શકે છે, અછત પણ થશે દૂર!

નવી દિલ્હી: કોરોના (Corona virus) મહામારી સમયે રેમડેસિવિર ઈન્જેક્શનની અછતના કારણે મચેલા હાહાકાર વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે એન્ટી વાયરલ દવા રેમડેસિવિર પર ઈમ્પોર્ટ ડ્યૂટી હટાવી છે. મંગળવારે મોડી રાતે બહાર પાડેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે દવાના નિર્માણ માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીની આયાત પર ડ્યૂટી હટાવવામાં આવી છે. સરકારનું આ પગલું ઘરેલુ ઉપલબ્ધતા વધારવા અને ઈન્જેક્શનના ખર્ચના ઓછા કરવામાં મદદ કરશે. કહેવાય છે કે તેનાથી ઈન્જેક્શનની અછત દૂર થશે. અત્રે જણાવવાનું કે રેમડેસિવિરનો ઉપયોગ હાલ કોવિડ-19 દર્દીઓની સારવાર માટે થાય છે. 

31 ઓક્ટોબર સુધી રહેશે છૂટ
કેન્દ્ર સરકારે મંગળવારે રેમડેસિવિર, તેના કાચા માલ અને એન્ટીવાયરલ દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાતી અન્ય સામગ્રી પર આયાત ડ્યૂટી માફ કરી છે. રાજસ્વ વિભાગ તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે કેન્દ્ર સરકારે જે વસ્તુઓ પર ડ્યૂટી માફ કરી છે તેમાં રેમડેસિવિરના નિર્માણમાં ઉપયોગમાં લેવાતી ફાર્માસ્યૂટિકલ સામગ્રી (એપીઆઈ), રેમડેસિવિર ઈન્જેક્શન અને બીટા સાઈક્લોડોડેક્સ્ટ્રિન સામેલ છે. ઈમ્પોર્ટ ડ્યૂટીમાં આ છૂટ 31 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. 

— Piyush Goyal (@PiyushGoyal) April 20, 2021

બમણુ કરાશે ઉત્પાદન
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું કે કોરોના વાયરસની સારવારમાં ખુબ જ ઉપયોગી ગણાતા રેમડેસિવિર ઈન્જેક્શનને બનાવવામાં ઉપોયગમાં લેવાતા કાચા માલની આયાત પર હવે કોઈ ડ્યૂટી વસૂલાશે નહીં. આ ઉપરાંત રેમડેસિવિર ઈન્જેક્શનની આયાતને પણ ડ્યૂટી ફ્રી કરાઈ છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આગામી 15 દિવસમાં એન્ટી વાયરલ દવા રેમડેસિવિરનું ઉત્પાદન બમણું કરાશે. માંડવિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક વીડિયો સંદેશમાં કહ્યું કે સરકાર દેશમાં રેમડેસિવિર ઈન્જેક્શનના ઉત્પાદનને વધારવા માટે અને ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. 

ઈન્જેક્શનની કાળાબજારી થઈ રહી છે
નોંધનીય છે કે એન્ટી વાયરલ દવા રેમડેસિવિરને લઈને અનેક રાજ્યોમાં ભારે અછત હોવાના અહેવાલ છે. એટલું જ નહીં ઈન્જેક્શનની કાળા બજારીના પણ સતત અહેવાલ આવી રહ્યા છે. આવામાં સરકારનો આ નિર્ણય ખુબ જ કારગર સાબિત થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે વર્તમાનમાં રેમડેસિવિરની 1,50,000 શીશીનું ઉત્પાદન પ્રતિ દિન થઈ રહ્યું છે અને આગામી 15 દિવસમાં ઉત્પાદન બમણુ કરીને 3 લાખ ડોઝ પ્રતિ દિન કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news