Tata group Stock: ટાટા ગ્રુપની કંપની ટાટા એલેક્સી લિમિટેડ (Tata Elxsi Ltd)એ મંગળવાર, 23 એપ્રિલે માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. ટાટા ગ્રુપની કંપનીનો નેટ પ્રોફિટ ક્રમિક ધોરણે 4.6 ટકા ઘટી ₹196.9 કરોડ થઈ ગયો છે. ટાટા એલેક્સીએ પાછલા ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ₹206.4 કરોડનો નેટ પ્રોફિટ નોંધ્યો હતો. Tata Elxsi નું રેવેન્યૂ પણ ક્વાર્ટર-દર-ક્વાર્ટર (QoQ)આધાર પર એક ટકા ઘટી 905.9 કરોડ રૂપિયા થઈ ગયું છે. કંપનીનું ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરનું રેવેન્યૂ ₹914.2 કરોડ રૂપિયા રહ્યું. કંપનીનો શેર આજે સામાન્ય ઘટાડા સાથે 7390 રૂપિયા પર બંધ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વિગત
31 માર્ચ 2024ના સમાપ્ત વર્ષ માટે ટાટા એલેક્સીનું રેવેન્યૂ વર્ષ-દર-વર્ષ (YoY)આધાર પર 13 ટકા વધી  ₹3,552.1 કરોડ થઈ ગુયં, જ્યારે કર પૂર્વ લાભ 11.9% વધી ₹1,048.7 કરોડ થઈ ગયો. વર્ષ માટે EBITDA માર્જિન 29.5 ટકા પર આવી ગયું, જ્યારે PBT માર્જિન 28.5 ટકા પર આવી ગયું છે.


આ પણ વાંચોઃ 1964 માં ₹63 થી 2024 માં ₹73,500 સુધી... 60 વર્ષમાં આ રીતે થયો સોનાના ભાવમાં વધારો


ડિવિડેન્ડ આપી રહી છે કંપની
કંપનીએ શેરધારકો માટે 70 રૂપિયા પ્રતિ શેર ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે ટાટા ગ્રુપની કંપનીનો લાભાંશ ટ્રેક રેકોર્ડ સારો છે અને તે છેલ્લા પાંચ વર્ષથી સતત ડિવિડેન્ડ જાહેર કરી રહી છે. માર્ચ 2023ના સમાપ્ત નાણાકીય વર્ષમાં Tata Elxsi એ 606 ટકાનો ઈક્વિટી લાભાંશ જાહેર કર્યો હતો, જે 60.6 રૂપિયા પ્રતિ શેર હતો. આ શેર રોકાણકારોને મોટો ફાયદો આપી રહ્યાં છે.