નવી દિલ્હીઃ Tata Group Stock: બજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે જો તમે આગામી એક વર્ષ માટે કોઈ ક્વોલિટી શેરને તમારા પોર્ટફોલિયોમાં સામેલ કરવા ઈચ્છો છો તો ટાટા ગ્રુપની  (Tata Group) ઓટો કંપની ટાટા મોટર્સ લિમિટેડ (Tata Motors Ltd) ના શેર પર દાંવ લગાવી શકો છો. બજારના દિગ્ગજ રોકાણકાર અને બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) ના પોર્ટફોલિયોમાં સામેલ આ સ્ટોકને બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ (Motilal Oswal) એ પોતાના ટોપ રિસર્ચ આઈડિયામાં સામેલ કર્યો છે. લાર્જકેપ સ્પેસના આ શેરમાં બ્રોકરેજે એક વર્ષ કરતા વધુ સમયની દ્રષ્ટિએ ખરીદીની સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tata Motors: 610 રૂપિયાનો ટાર્ગેટ
મોતીલાલ ઓસવાલે પોતાના રિસર્ચ આઈડિયામાં ટાટા મોટર્સ પર દાંવ લગાવ્યો છે. બ્રોકરેજે 610 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝની સાથે બાય (BUY on Tata Motors) રેટિંગ આપ્યું છે. 17 જાન્યુઆરી 2022ના ટાટા મોટર્સના શેરનો ભાવ ટ્રેડિંગ દરમિયાન 524 રૂપિયા આસપાસ રહ્યો હતો. આ રીતે કરંટ પ્રાઇઝથી આગળ રોકાણકારોને 87 રૂપિયા એટલે કે 17 ટકા રિટર્ન મળી શકે છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ શેરમાં આશરે 112 ટકાની તેજી છે, એટલે કે રોકાણકારોના પૈસા ડબલ થયા છે. 


હકીકતમાં પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ટાટા મોટર્સનું માર્કેટ શેર વધ્યું છે. કંપની નવા-નવા મોડલ ઉતારી રહી છે. તો ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટ પર પણ કંપનીનું ધ્યાન છે. હાલ ઘરેલૂ બજારમાં ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં ટાટા મોટર્સનું માર્કેટ કેપ સૌથી વધુ છે. 


આ પણ વાંચો- આ સપ્તાહે લોન્ચ થશે વર્ષનો પ્રથમ IPO, રોકાણ કરવું કે નહીં, એક ક્લિકમાં જાણો તમામ માહિતી


રાકેશ ઝુનઝુનવાલાનો ફેવરેટ સ્ટોક
Tata Group નો ટાટા મોટર્સ દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો ફેવરેટ સ્ટોક રહ્યો છે. સપ્ટેમ્બર 2021ના ક્વાર્ટરના આંકડા પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા એન્ડ એસોસિએટ્સનું ટાટા મોટર્સમાં હોલ્ડિંગ 1.1 ટકા (36,750,000 ઇક્વિટી શેર) છે. 17 જાન્યુઆરીએ તેની વેલ્યૂ 1,921.7 કરોડ રૂપિયા છે. Trendlyne પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં જે શેર છે તેની વેલ્યૂ  34,420.6 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 


(Disclaimer: અહીં શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ ફોર્મ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. બજારમાં જોખમ હોય છે, રોકાણ કરતા પહેલા તમારા બ્રોકરની સલાહ જરૂર લો)  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube