આ સપ્તાહે લોન્ચ થશે વર્ષનો પ્રથમ IPO, રોકાણ કરવું કે નહીં, એક ક્લિકમાં જાણો તમામ માહિતી

કંપનીએ ઇશ્યૂ માટે 166-175 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇઝ બેન્ડ  (AGS Transact Tech IPO price band) નક્કી કરી છે. મહત્વનું છે કે આ 2022નો પ્રથમ આઈપીઓ છે. જો તમે વર્ષના પ્રથમ આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો અમે તમને વિસ્તારતી માહિતી આપી રહ્યાં છીએ. 

આ સપ્તાહે લોન્ચ થશે વર્ષનો પ્રથમ IPO, રોકાણ કરવું કે નહીં, એક ક્લિકમાં જાણો તમામ માહિતી

નવી દિલ્હીઃ AGS Transact Tech IPO: પેમેન્ટ સોલ્યૂશન કંપની એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજીસ (AGS Transact Technologies) નો આઈપીઓ  (IPO) આ સપ્તાહે બુધવારે 19 જાન્યુઆરીએ સબ્સક્રિપ્સન માટે ખુલશે. રિટેલ રોકાણકાર 21 જાન્યુઆરી સુધી આ આઈપીઓમાં પૈસા રોકી શકશે. તો એન્કર રોકાણકારો માટે બોલી 18 જાન્યુઆરીએ ખુલશે. કંપનીએ ઇશ્યૂ માટે 166-175 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇઝ બેન્ડ  (AGS Transact Tech IPO price band) નક્કી કરી છે. મહત્વનું છે કે આ 2022નો પ્રથમ આઈપીઓ છે. જો તમે વર્ષના પ્રથમ આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો અમે તમને વિસ્તારતી માહિતી આપી રહ્યાં છીએ. 

680 કરોડ રૂપિયાનો છે આઈપીઓ IPO
પહેલા આ આઈપીઓ 800 કરોડ રૂપિયાનો હતો જેને હવે 680 કરોડનો કરી દેવામાં આવ્યો છે. હાલમાં કંપનીએ પોતાના જાહેર નિર્ગમના આકારને પહેલાની યોજના અનુસાર 800 કરોડથી ઘટાડી 680 કરોડ કરી દીધી છે. ફર્મે આઈપીઓ માટે 166-175 રૂપિયાનો પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યો છે. જો લોટ સાઇઝની વાત કરીએ તો તેમાં 85 શેર છે. મતલબ કે એક લોટના આઈપીઓ માટે 14875 રૂપિયા ખર્ચ કરવા પડશે. એક રિટેલ રોકાણકાર વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકે છે. 

આ દિવસે થઈ શકે છે લિસ્ટિંગ
શેરનું અલોટમેન્ટ 27 જાન્યુઆરીએ ફાઇનલ થઈ શકે છે અને તેનું લિસ્ટિંગ 1 ફેબ્રુઆરીએ થઈ શકે છે. કંપનીના ઇક્વિટી શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજીના પ્રમોટર રવિ બી ગોયલ અને વિનેહા એન્ટરપ્રાઇઝ છે. સાથે તેમની કંપનીમાં 97.61 ટકા ભાગીદારી છે. આ સિવાય AGSTTL કર્મચારી કલ્યાણ ટ્રસ્ટની ભાગીદારી 1.51 ટકા છે. આ આઈપીઓ માટે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એચડીએફસી બેન્ક અને જેએમ ફાઇનાન્શિયલ બુક રનિંગ લીડ મેનેજર છે. 

ગ્રે માર્કેટમાં શું ચાલી રહ્યો છે ભાવ?
બજારના જાણકારો અનુસાર એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેકના શેર આજે ગ્રેમ માર્કેટમાં 18 રૂપિયાના પ્રીમિયમ  (GMP) પર કારોબાર કરી રહ્યાં છે. ઈશ્યૂ પ્રાઇઝને લઈને અનલિસ્ટેડ એરેનાના ફાઉન્ડર અભય દોશી કહે છે કે કોરોના મહામારીને કારણે ઇકોનોમિક એક્ટિવિટીમાં સુસ્તી રહી, જેના કારણે કંપનીનો ગ્રોથ ઓછો રહ્યો. ઇશ્યૂની કિંમત નાણાકીય વર્ષ 21ની આવકના આધાર પર 38 ગણી પીઈ મલ્ટીપલ પર નક્કી કરવામાં આવી છે. જેથી કંપનીને મિશ્ર પ્રતિસાદ મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news