એક વર્ષથી ઘટી રહ્યો છે Tata નો આ શેર, નિષ્ણાતોએ કહ્યું વેચી નાંખો...22% સુધી ઘટી શકે છે!
Tata Elxsi એ નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ ત્રિમાસિકમાં 3 ટકાનો ઘટાડા સાથે રૂ. 184 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જ્યારે કંપનીએ એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં રૂ. 188 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
Tata Elexi Share: છેલ્લા એક વર્ષથી ટાટા કંપનીના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે પણ તેનો શેર 2.06% તૂટીને રૂ. 6,973 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એક મહિના દરમિયાન તેના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે છ મહિનામાં આ સ્ટોક 20 ટકાથી વધુ તૂટ્યો છે. આ સિવાય એક વર્ષમાં ટાટાનો આ શેરમાં 7 ટકા સુધી ઘટ્યો છે. Tata Elexi શેરનું 52-સપ્તાહનું ઊંચું સ્તર રૂ. 9,200 છે અને નીચું રૂ. 6,411.20 પ્રતિ શેર છે.
ગુજરાતની નજીક આવી ગઇ ચોમાસાની ધરી! આ ઘાતક આગાહી વાંચીને છાતીના પાટીયા બેસી જશે
Tata Elxsi એ પોતાના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. Tata Elxsi એ નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 3 ટકાના ઘટાડા સાથે રૂ.184 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જ્યારે આ કંપનીએ એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં રૂ. 188 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જૂન 2024 ક્વાર્ટરમાં આવક 9 ટકા વધીને રૂ. 926 કરોડ થઈ છે, જ્યારે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 850 કરોડ હતી.
આ છે Jio, Airtel અને Vi નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન્સ, જેમાં મળશે એક વર્ષની વેલિડિટી
Tata Elxsi લિમિટેડના એબિટા 225 કરોડ રૂપિયા રહી, જે ગત વર્ષની સરખામણી ત્રિમાસિકના 233.7 કરોડ રૂપિયાથી 3.6 ટકા ઓછી છે, જ્યારે એબિટ માર્જિન 105 આધાર અંક ઘટીને 24.3 ટકા રહી ગઈ. આ ત્રિમાસિકમાં તેનું નેટ માર્જિન અથવા તો ટેક્સ પૂર્વ લાભ 26.3 ટકા રહ્યું છે.
સુરતમાંથી ઝડપાયો ગાંજાનો સૌથી મોટો જથ્થો; SOG ટીમે આ રીતે પાર પાડ્યું ઓપરેશન!
35 ટકાથી વધુ ઘટ્યા શેર
પરિણામો જાહેર થયા બાદ ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન Tata Elxsiનો શેર 2.65 ટકા ઘટીને રૂ. 6,930.45 થયો હતો, જે કુલ માર્કેટ કેપિટલાઇઝેશનને રૂ. 43,500 કરોડ પર લઈ ગયો હતો. આ ઓલ ટાઈમ હાઈથી લગભગ 35 ટકાનો ઘટાડો છે. બ્રોકરેજ ફર્મે આના પર 'સેલ' રેટિંગ જાળવી રાખ્યું છે.
રાજકોટમાં સગીરના મૃત્યુ કેસમાં સૌથી મોટો ખુલાસો, પોલીસે હત્યાને હાર્ટ એટેકમાં ફેરવી
22 ટકા સુધી ઘટી શકે છે ભાવ!
બ્રોકરેજ ફર્મ્સ આ શેર વિશે પોઝિટિવ નથી અને પ્રથમ ક્વાર્ટરમાં નબળા દેખાવ બાદ શેરમાં વધુ ઘટાડાની શક્યતા જોઈ રહી છે. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે જણાવ્યું હતું કે EBIT માર્જિન 26.4 ટકા સુધરી ગયું છે, જે એક સમયના ખર્ચને બાદ કરતાં ક્વાર્ટર-ઓન-ક્વાર્ટરમાં 60 બેસિસ પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવે છે. આવી સ્થિતિમાં કોટકે Tata Elxsi શેર પર તેનું 'સેલ' રેટિંગ જાળવી રાખ્યું છે, પરંતુ તેની ટાર્ગેટ કિંમત વધારીને રૂ. 5,500 કરી છે. જે કંપનીના શેરમાં લગભગ 22 ટકાના ઘટાડાની શક્યતા દર્શાવે છે.