રાજકોટમાં સગીરના મૃત્યુ કેસમાં સૌથી મોટો ખુલાસો, પોલીસે હત્યાને હાર્ટ એટેકમાં ફેરવી
પોલીસે સગીરની હત્યાને હાર્ટ એટેકથી મૃત્યુમાં ફેરવી નાંખી. પોલીસની બેદરકારીનો સૌથી મોટો આ કિસ્સો સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો. રાજકોટમાં સંત કબીર રોડ પર રહેતો હર્ષિલ નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં નોકરી કરતો હતો.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં પહેલી મેના રોજ થયેલા સગીરના મૃત્યુ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. પોલીસે સગીરની હત્યાને હાર્ટ એટેકથી મૃત્યુમાં ફેરવી નાંખી. પોલીસની બેદરકારીનો સૌથી મોટો આ કિસ્સો સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો. રાજકોટમાં સંત કબીર રોડ પર રહેતો હર્ષિલ નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં નોકરી કરતો હતો.
પહેલી મે ના રોજ લગભગ 9.30થી 10 વાગ્યાની આસપાસ હર્ષિલ ફરજ પર હતો ત્યારે ગોડાઉનની ઓફિસમાં રિવોલ્વિંગ ચેરમાં બેઠેલા એક શખ્સે હર્ષિલને બોથડ પદાર્થનો છૂટો ઘા માર્યો જોકે પહેલો ઘા માર્યો ત્યારે હર્ષિલ બચી ગયો ત્યારપછીની બે મિનિટ બાદ ફરી બોથડ પદાર્થનો ઘા હર્ષિલ પર કરવામાં આવ્યો અને આ ઘા હર્ષિલના માથા પર લાગ્યો અને માત્ર ચાર જ સેકન્ડમાં તે ગોડાઉનની બહાર રોડ પર ઢળી પડ્યો.
CCTV અને મૃતકના પરિવારજનના શોટ્સ વિન્ડોમાં (હર્ષિલના મૃત્યુ પછી પોલીસે હર્ષિલના પરિવારજનોને ગોડાઉનના સીસીટીવી ફૂટેજ બતાવીને કહ્યું હતું કે, આ ફૂટેજ જોઇલો હર્ષિલ અચાનક જ ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ હાર્ટએટેક આવવાથી થયું છે).
ત્યારબાદ કેટલાક લોકો હર્ષિલને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા જોકે ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. તબીબોએ હર્ષિલને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. હર્ષિલના મૃત્યુ પછી પોલીસે હર્ષિલના પરિવારજનોને ગોડાઉનના સીસીટીવી ફૂટેજ બતાવીને કહ્યું હતું કે, આ ફૂટેજ જોઇલો હર્ષિલ અચાનક જ ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ હાર્ટએટેક આવવાથી થયું છે.
હર્ષિલના માતા કમળાબેનને પોલીસે કરેલી હાર્ટએટેકની વાત ગળે ઉતરતી નહોતી. જેથી CCTVની ફરીથી ચકાસણી કરતાં સામે આવ્યું કે હર્ષિલનું મૃત્યુ બોથડ પદાર્થના ઘા વાગવાથી થયું છે એટલે આ હાર્ટ એટેક નહીં પરંતુ હત્યા થઈ છે. કુવાડવા રોડ પોલીસે હત્યા અંગે તપાસ કરી હતી કે નહીં તે સવાલ છે. મૃતકના પરિવારજનોએ ગત 3 જુલાઈએ પોલીસ કમિશનરને પણ આ અંગે રજૂઆત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે