નવી દિલ્હીઃ ટાટા ગ્રુપની કંપની ટીટીએમએલના શેરોને છેલ્લા 20 દિવસથી કોઈ ખરીદવા માટે તૈયાર નહોતું. શેર 290.15 રૂપિયાથી ઘટીને 141.75 રૂપિયા પર આવી ગયો હતો. 11મી જાન્યુઆરીથી તે સતત લોઅર સર્કિટ લાગી રહી હતી અને આ સમયગાળા દરમિયાન કોઈ આ સ્ટોકમાં પૈસા રોકવા તૈયાર નહોતું અને ખરીદદારોના અભાવે લોકોનું નુકસાન અટકાવી શકાયું ન હતું. પરંતુ, આજે એક સમાચાર પછી, બજાર ખુલતાની સાથે જ TTMMમાં અપર સર્કિટ લાગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NSE પર સવારે 9:32 વાગ્યે TTMLનો સ્ટોક 4.97 ટકા વધ્યો હતો અને તેના માત્ર ખરીદદારો હતા. કુલ 2,60,48,969 શેર બાય ઓર્ડરમાં હતા. તમને જણાવી દઈએ કે 11 જાન્યુઆરીએ TTMLનો સ્ટોક રૂ. 290.15ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે બંધ થયો હતો. અગાઉ, તેણે એક વર્ષમાં 2830 ટકાનું આશ્ચર્યજનક વળતર આપ્યું હતું.


23 ડિસેમ્બરથી, તે લગભગ દરરોજ અપર સર્કિટ મારી રહ્યો હતો. 23 ડિસેમ્બરે રૂ. 154.10 પર બંધ થયો હતો અને 10 જાન્યુઆરીએ રૂ. 290.15 પર પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન, તેણે રોકાણકારોને 188 ટકા વળતર આપ્યું.


આ પણ વાંચોઃ Budget 2022 stocks: બજેટ બાદ આ સેક્ટરમાં દેખાશે તેજી, 7 શેર કરાવશે મોટી કમાણી, જાણો


એવું શું થયું કે અચાનક વધવા લાગ્યા ભાવ
હકીકતમાં મંગળવારે ટાટા ટેલીસર્વિસેઝ લિ (ટીટીએસએલ) એ સમાયોજિત કુલ આવક (AGR) બાકીને સંબંધિત વ્યાજને ઇક્વિટીમાં બદલવાની યોજના રદ્દ કરી દીધી છે. પાછલા દિવસોમાં ટાટા ટેલીસર્વિસે સરકારને ચુકવવાના થતા 850 કરોડ રૂપિયાના વ્યાજને ઇક્વિટીમાં ફેરવવાનો નિર્ણય લીધો હતો, જે કંપનીના 9.5 ટકા ભાગીદારીને બરાબર છે. પરંતુ હવે કંપનીએ આ નિર્ણય રદ્દ કરી દીધો છે. 


કેમ લોઅર સર્કિટ લાગતી હતી
ટાટા ટેલિસર્વિસિસે હાલમાં જ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે તેના મૂલ્યાંકન મુજબ, વ્યાજનું નેટ પ્રેઝન્ટ વેલ્યુ (NPV) લગભગ રૂ. 850 કરોડ છે. આ અંદાજ ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા પુષ્ટિને આધીન છે. વ્યાજને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવાથી કંપનીમાં સરકારનો હિસ્સો 9.5 ટકા થશે. DoT દ્વારા નોટિસમાં આપવામાં આવેલી ગણતરી પદ્ધતિ મુજબ, 14 ઓગસ્ટ, 2021ની સંબંધિત તારીખે કંપનીની સરેરાશ શેરની કિંમત ઇક્વિટી દીઠ આશરે રૂ. 41.50 છે. ત્યારથી, આ ફ્લાઇંગ સ્ટોકમાં વેચાણનો તબક્કો શરૂ થયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube