રિયલ એસ્ટેટ કંપની ટાટા હાઉસિંગ ડેવલપમેન્ટે કેટલાક પ્રોજેક્ટ્સમાં ગ્રાહકોને સ્વતંત્રતા દિવસના અવસરે છૂટની જાહેરાત કરી છે. જેમાં સ્ટેમ્પ ડ્યુટીમાં કાપ અને અન્ય ફાયદા પણ સામેલ છે. કંપની તરફથી એક નિવેદનમાં કહેવાયું છે કે તેઓ સાઉથ અને પશ્ચિમ ભારતમાં પોતાના લક્ઝરી પ્રોજેક્ટ્સમાં સ્પેશયિલ ઈન્ડિપેન્ડન્સ ઓફર (exclusive Independence Day offers) આપી રહ્યા છે. કંપનીએ જણાવ્યું કે જ્યારે ઘરોની માંગણી ખુબ વધારે છે ત્યારે એવામાં કંપની તરફથી ગ્રાહકો માટે ઘર ઘરીદવાનું સરળ અને ફાયદાકારક બનાવવા માટે સ્ટેમ્પ ડ્યુટી જેવી મોટી  છૂટ આપવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેમ્પ ડ્યુટી પર આટલી બચત
પશ્ચિમી વિસ્તાર મહારાષ્ટ્રના થાણામાં ટાટા હાઉસિંગનો 'સેરીન' પ્રોજેક્ટ સ્ટેમ્પ ડ્યુટી પર 19 લાખ રૂપિયા સુધીની મોટી બચત કરાવી રહ્યો છે. કલ્યાણમાં ટાટા હાઉસિંગનો 'આમંત્રા' પ્રોજેક્ટ પહેલા 25 25 ઘર ખરીદનારાઓને સ્ટેમ્પ ડ્યુટી પર 4 લાખ રૂપિયા સુધીની બચતની તક આપે છે. આ ઉપરાંત પુનામાં ટાટા વેલ્યુ હોમ્સના 'સેન્સ 66' પ્રોજેક્ટમાં સરળ પેમેન્ટ પ્લાન મળી રહ્યો છે. સાઉથમાં કોચ્ચિના ટાટા રિયલ્ટીમાં 'ત્રિત્વમ' પ્રોજેક્ટ ઘર ખરીદનારાઓને ઝીરો સ્ટેમ્પ ડ્યુટીનો મોટો ફાયદો આપી રહ્યો છે. 


ત્રણ લાખ રૂપિયા સુધીનું ફર્નિચર વાઉચર
બેંગ્લુરુના ન્યુ હેવન પ્રોજેક્ટમાં ત્રણ લાખ રૂપિયા સુધીનું ફર્નીચર વાઉચર આપવામાં આવી રહ્યું છે. કોલકાતામાં ટાટા હાઉસિંગના 88 ઈસ્ટ પ્રોજેક્ટમાં નીચેના માળ પર 10 લાખ રૂપિયા સુધીનો ફાયદો કરાવાઈ રહ્યો છે. આ ફક્ત 7મા માળ સુધી જ લાગૂ છે. ઉત્તર વિસ્તારમાં કસૌલી પાસે ટાટા હાઉસિંગના મિસ્ટ પ્રોજેક્ટમાં 3 BHK એપાર્ટમેન્ટ લેવા પર ગ્રાહકોને 15 લાખ રૂપિયા સુધી ફાયદો મળે છે. 


ટાટા રિયલ્ટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના SVP અને ચીફ માર્કેટિંગ એન્ડ સેલ્સ ઓફિસ સાર્થક શેઠે જણાવ્યું કે સ્વતંત્રતા દિવસની ઓફર ઘર ખરીદનારાઓને મોટો આર્થિક ફાયદો આપવા માટે બનાવવામાં આવી છે. જેનાથી તેમના સપનાનું ઘર ખરીદવાનુ સરળ બની જશે. ટાટા હાઉસિંગ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ, ટાટા રિયલ્ટી એન્ડ ઈન્ફ્રા લિમિટેડની એક સબસિડરી કંપની છે. કંપનીના ભારત, શ્રીલંકા, અને માલદીવના પ્રમુખ શહેરોમાં 51 મિલિયન વર્ગ ફૂટથી વધુના કુલ વિકાસની સંભાવનાવાળા 33થી વધુ પ્રોજેક્ટ છે.