XUV કરતા પણ દમદાર છે TATA મોટર્સની આ કાર, જાણો શું છે ફિચર્સ
કાર કંપની ટાટા મોટર્સે સોમવારે પોતાની એસયુવી કાર હેક્સાનું પ્રીમિયમ મોડલ બજારમાં ઉતાર્યું છે.
મુંબઇ: કાર કંપની ટાટા મોટર્સે સોમવારે પોતાની એસયુવી કાર હેક્સાનું પ્રીમિયમ મોડલ બજારમાં ઉતાર્યું છે. કંપનીએ તેની કિંમત 15.27 લાખ(નવી દિલ્હી એક્સ શો રૂમ) રૂપિયા નક્કી કરી છે. કંપનીએ કહ્યુ કે હેક્સા એક્સએમ પ્લસને ઇલેક્ટ્રિક સનરૂફ સાથે રજૂ કરવામાં આવી છે. આ પ્રીમિયમ લૂક્સા વાળી કારની બજારમાં મહિન્દ્રા એક્સયુવી 500 સાથે સીધી ટક્કર થશે.
ટાટા સફારીની ક્ષમતા વાળુ જ એન્જીન
આ એક્સયુવી હેક્સા XM+માં ઇલેક્ટ્રિક સનરૂફ છે. તેના પર કંપની 2 વર્ષની વોરંટી પણ આપી રહી છે. આ ARIA પ્લેટફોર્મ પર આધાર રાખે છે. તેનું એન્જીન ટાટા સફારીના એન્જીન જેટલુ જ પાવરફુલ છે. મહત્વનું છે, કે ટાટા સફારી સ્ટોર્મને કંપનીએ જાન્યુઆરી 2017માં લોન્ચ કરી હતી.
શું છે આ કારના ફિચર્સ
ટાટાએ આ અસયુવીને 8 કલરો અલગ-અલગ કલરોમાં લોન્ચ કરી છે. આમાં સેંસર કૈમેરો, ક્રુઝ, કંટ્રોલ, રેન સેસિંગ વાઇપર, ફોલ્ડેબલ એક્સટીરિયર મિરર અને ઓટોમેચિક હેડલેંમ્પ સાથે અનેક ખાસિયતો છે. પહેલા લોન્ચ કરવામાં આવેલી આ એસયુવીની બેસ પ્રાઇસ નવી દિલ્હીની એક્સ શોરૂમ પ્રાઇસ 14.82 લાખ રૂપિયા રાખવામાં આવી હતી.
કંપની એસયુવીના ઉત્પાદન શ્રેણીને વધારશે
ટાટા મોટર્સની યાત્રી વાહન વ્યવહારના ઉપાધ્યક્ષ(વેચાણ, માર્કેટિંગ અને ગ્રાહક સેવા) એસ.એન બર્મને કહ્યું કે, હેક્સ એક્સએમ પ્લસને બજારમાં લાવવાની સાથે અમે આ ઉત્પાદન શ્રેણાને વધુ ફેલાવી રહ્યા છે. કંપની એ વાહનોના વેચાણમાં સપ્ટેમ્બરમાં 20 ટકાની વૃદ્ધી કરી હતી. કપનીએ આ સમયગાળા દરમિયાન 64,520 કારનું વેચાણ કર્યું હતું. જ્યારે ગત વર્ષે કંપનીએ 53,964 એકમનું વેચાણ કર્યું હતું.
ટાટા મોટર્સે ગત સપ્તાહે એક નિવેદનમાં કહ્યું હતપં કે, ગત મહિના બજારમાં વાહનનું વેચાણ સાત ટકા વધીને 18,429 એકમ રહ્યું હતું. કંપનીએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં 17,286 વાહનોનું વેચાણ કર્યું હતું.
ઇનપુટ એજન્સીમાંથી