Tata Nexon EV Price, Subsidy & Saving: ભવિષ્યમં ઇલેક્ટ્રિક કર્સનો દબદબો રહેવાનો છે પરંતુ હાલના સમયમાં ઇલેક્ટ્રિક કાર્સ તમને મોંઘી લાગી શકે છે. હાલ ઇલેક્ટ્રિક કાર, પેટ્રોલ અથવા ડીઝલ કાર્સ કરતાં ખૂબ મોંઘી છે. ટાટા નેક્સન ઇવીને લઇ લો. તેની શરૂઆતી કિંમત હાલ 15 લાખ રૂપિયા છે જ્યારે તેના પેટ્રોલ વેરિએન્ટની શરૂઆતી કિંમત સાડા સાત લાખ રૂપિયા છે. એવામાં જે લોકો ટાટા નેક્સન ઇવી ખરીદવાનું વિચારે છે, તેમને આ મોંઘી લાગી શકે છે. પરંતુ અમે તમને જણાવીએ કે તમે ઇલેક્ટ્રિક કાર પર કેવી રીતે પૈસા બચાવી શકો છો. ટાટા નેક્સન એક્સઝેડની વાત કરીએ. તેની એક્સ શોરૂમ કિંમત 16.30 લાખ રૂપિયા છે, જેની દિલ્હીમાં ઓન રોડ કિંમત 17.15 લાખ રૂપિયા હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે અહીંથી સરકાર મળનાર છૂટ અને ઇલેક્ટ્રિક કાર ઉપયોગ કરવાના ખર્ચના આધાર પર આગળનું ગણિત તમને જણાવીએ. તેના પર કેન્દ્ર સરકાર લગભગ 299,800 રૂપિયાની સબસિડી આપી રહી છે. આ ઉપરાંત કેટલીક રાજ્ય સરકાર પણ છૂટ આપી રહી છે. એવામાં જો તમે દિલ્હીમાં છો તો દિલ્હી સરકાર તરફથી તમને 1.15 લાખ રૂપિયાની સબસિડી મળશે. હવે કુલ ડિસ્કાઉન્ટ 4,14,800 રૂપિયા થઇ જશે. હવે આ કુલ ડિસ્કાઉન્ટ બાદ તમને કારની ઓન રોડ પ્રાઇસ 13 લાખ રૂપિયાની આસપાસ પડશે. તો બીજી તરફ જો તમે કાર પર લોન લો છો તો લોનના વ્યાજ પર 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ લઇ શકે છો. એટલે કે 13 લાખ રૂપિયામાં અને 1.5 લાખ ઘટે તો તેની કિંમત લગભગ 11.5 લાખ રૂપિયા. 


7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube