નવી દિલ્હી: ટાટા પાવર (TATA Power) અને વોલ્ટાસ (Volts) એ પરસ્પર એક કરાર કર્યો છે. આ કરાર મુજબ Voltas એસી ખરીદતાં ગ્રાહકોને 50 ટકાની છૂટ આપવામાં આવશે. ગ્રાહક 1, 1.5 અને 2  ટનનું એસી ખરીદતાં ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકે છે. આ ઓફર હેઠળ દરેક રેસિડેંશિયલ ગ્રાહક એસી ખરીદી શકે છે અને કોમર્શિયલ ગ્રાહક 2 એસી ખરીદી શકે છે. હાલ તેને મુંબઇમાં શરૂ કરવામાં આવી છે. ખૂબ જલદી દેશના અન્ય ભાગમાં પણ આ ઓફરનો લાભ ગ્રાહક ઉઠાવી શકશે. 


જાણકારી અનુસાર મુંબઇમાં ટાટા પાવરના 7 લાખથી વધુ ગ્રાહક છે. વોલ્ટાસને આશા છે કે આ ઓફરના લીધે તેના વેચાણમાં 8 ટકાનો વધારો થશે. સાથે જ આ સ્કીમ દ્વારા એનર્જી પણ બચશે અને લોકો 5 સ્ટાર રેટિંગ પ્રોડક્ટ્સ સાથે જોડાશે. આ ઓફર 31 ડિસેમ્બર 2019 સુધી છે. 


5 સ્ટાર એસી કિંંમત TATA પાવર ગ્રાહકો માટે
 1 ટન 55,990 30,000
 1.5 ટન 68,990 35,500
 2 ટન 68,990 44,600