ભારતમાં ક્રિકેટ ફેન્સની સંખ્યા મોટી સંખ્યામાં છે. એવામાં કોઇ પણ આઇપીએલ મેચ જોવા માંગે છે. દેશની બે ડીટીએચ કંપનીઓ-ટાટા સ્કાય અને એરટેલ ડિજીટલ ટીવી દર્શકોના જોશને જોતાં પોતાના યૂજર્સ માટે આઇપીએલ મેચનું પ્રસારણ કરનાર ચેનલને મફતમાં જોઇ શકાઇ છે. સમાચાર છે કે આ કંપનીઓએ આઇપીએલવાળી ચેનલના સબ્સક્રિપ્શનને મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 લાખ રૂપિયામાં શરૂ કરો દૂધનો બિઝનેસ, કમાશો લાખો રૂપિયા


ટાટા સ્કાઇએ પહેલાં કરી હતી જાહેરાત
ખાનગી ક્ષેત્રની અગ્રણી ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર કંપની ટાટા સ્કાયએ પહેલાં જ જાહેરાત કરી હતી કે તે પોતાના યૂજર્સને 23 માર્ચથી Star Sports 1 હિંદી, Star Sports 1 તમિળ, Star Sports 1 તેલૂગૂ, Star Sports 1 કન્નડ, and Start Sports 1 બંગાળી ચેનલનું સબ્સક્રિપ્શન ફ્રી કરી દેશે. આ કંપનીના યૂજર્સ 19 મે સુધી ચેનલ મફતમાં જોઇ શકશે. 

31 માર્ચ સુધી બંધ થઇ જશે દેશભરના 1.13 લાખ ATM, જાણો તેનું પાછળનું કારણ


નવા કનેક્શન લેનારને પણ ફાયદો
ડીટીએચ સેવા કંપની એરટેલ ડિજીટલ ટીવી જૂના યૂજર સાથે નવા યૂજરને પણ IPL માં સ્પોર્ટ્સ ચેનલ ફ્રીમાં ઉપલબ્ધ કરાવી રહ્યું છે. એરટેલ ટીવીનું નવું કનેક્શન લેનારને 19 મે સુધી Star Sports 1 અને Star Sports 1 હિંદીનું સબ્સક્રિપ્શન મફત આપવામાં આવશે. 


બીજીઆરના સમાચાર અનુસાર તેના જૂના યૂજર્સને Star Sports 1, Star Sports 1 HD, Star, Sports 1 હિંદી, Star Sports 1 Hindi HD, Star Sports 1 તેલૂગૂ, Star Sports 1 તમિળ, Star, Sports 1 કન્નડ અને Star Sports 1 બાંગ્લાનું સબ્સક્રિપ્શન મફત કરી દીધું છે.