Success Story: રોજનો 4 લાખ રૂપિયાનો પગાર... ટાટાની કંપનીમાં CEO જેટલું જ મહત્ત્વ!
ટાટા સ્ટીલમાં કૌશિશ ચેટર્જી સૌથી શક્તિશાળી લોકોમાંના એક છે. જેઓ સીઈઓ નથી પરંતુ કંપનીમાં તેમનું મહત્વ સીઈઓ જેટલું જ છે. કૌશિશ ચેટર્જી ટાટા ગ્રૂપની આ કંપનીની નાણાકીય દેખરેખ કરે છે. તેઓ સૌથી વધુ પગાર મેળવનારા સીએફઓમાંથી એક છે. તેમનો દૈનિક પગાર લગભગ 4 લાખ રૂપિયા છે.
કૌશિક ચેટર્જી સીઈઓ નથી. પરંતુ, ટાટા સ્ટીલમાં પણ એટલા જ મહત્વના છે. તેઓ રતન ટાટાની આગેવાની હેઠળની ગ્રૂપની રૂ. 1,43,175 કરોડની ફ્લેગશિપ કંપનીમાં ફાઇનાન્સનો હવાલો સંભાળે છે. કૌશિક ટાટા ગ્રૂપના સૌથી વધુ પગાર મેળવનારા મુખ્ય નાણાકીય અધિકારીઓમાંના એક છે.
4 લાખની આસપાસ દૈનિક વેતન
ચેટર્જી તાજેતરમાં સુધી ગ્રુપના સૌથી વધુ પગાર મેળવતા CFO હતા. આ વર્ષે તે ટાટા મોટર્સના પીબી બજાલીથી આગળ નીકળી ગયા હતા. ટાટા સ્ટીલના વાર્ષિક અહેવાલ મુજબ, ટાટા સ્ટીલના સીએફઓના વાર્ષિક પગારમાં પાછલા વર્ષની સરખામણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં તેમને 14 કરોડ 21 લાખ 18 હજાર રૂપિયા પગાર મળે છે. મતલબ કે કૌશિકની રોજની કમાણી 3.89 લાખ રૂપિયાથી વધુ છે.
પગારમાં થોડો ઘટાડો
નાણાકીય વર્ષ 2023માં કૌશિક ચેટરજીનો પગાર નાણાકીય વર્ષ 2022 કરતાં થોડો ઓછો છે. એ સમયે તેમને 15 કરોડ 17 લાખ 18 હજાર રૂપિયાનું પેકેજ મળ્યું હતું. FY23માં માત્ર ટાટા સ્ટીલના સીઈઓ ટીવી નરેન્દ્રનનો પગાર ચેટર્જી કરતાં વધારે છે. જેઓને રૂ. 18.66 કરોડ મળે છે.
શાંત અને સ્વસ્થ વ્યક્તિ
કૌશિક ચેટર્જી શાંત અને એકદમ સરળ વ્યક્તિ તરીકે ઓળખાય છે. ભારે પેકેજ હોવા છતાં તે સાદી જીવનશૈલી પસંદ કરે છે. તે ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. કૌશિકે તેનું શાળાકીય શિક્ષણ પશ્ચિમ બંગાળના આસનસોલમાં સેન્ટ પેટ્રિક સ્કૂલમાંથી કર્યું હતું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનતા પહેલા તેમણે કોલકાતાથી B.Com કર્યું હતું.
બાંગ્લાદેશી યુવતીએ હિન્દુ બની અજય સાથે લગ્ન કર્યા; બાંગ્લાદેશ લઈ ગઈ, હવે એક Picથી..
BJP ને પછાડવા કોંગ્રેસ આ ફોર્મ્યૂલા પર કામ કરી રહી છે, 2024ના પ્લાન વિશે ખુલાસો!
દિલ્હીમાં ફરી વધ્યું યમુનામાં પાણી, ગુજરાતમાં આજથી અતિ ભારે વરસાદની આગાહી
ઘણી દિગ્ગજ કંપનીઓમાં કામ કર્યું
ટાટા ગ્રૂપમાં કામ કરતા પહેલા કૌશિકે બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ અને ઓડિટ ફર્મ એસબી બિલિમોરિયા જેવી કંપનીઓમાં કામ કર્યું છે. ટાટા સન્સના ભૂતપૂર્વ સીએફઓ ઈશાત હુસૈન કૌશિકને ટાટા ગ્રૂપમાં લઈ આવ્યા હતા. કૌશિક માત્ર 36 વર્ષની ઉંમરે 2006માં ટાટા સ્ટીલના વીપી ફાયનાન્સ બન્યા હતા. તેઓ 2012 થી CFO છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube