Tata Technologies IPO: પ્રાઇમરી માર્કેટમાં એકવાર ફરી બહાર આવી ગઈ છે. એક બાદ એક પબ્લિક ઈશ્યૂ ખુલી રહ્યાં છે. આ કડીમાં ટાટા ગ્રુપની કંપની 19 વર્ષ બાદ આઈપીઓ લાવી રહી છે. આ આઈપીઓ 22 નવેમ્બરે ખુલીને 24 નવેમ્બરે બંધ થઈ જશે. આ પહેલા ટાટા ગ્રુપનો પબ્લિક ઈશ્યૂ વર્ષ 2004માં આવ્યો હતો, જે દેશની સૌથી મોટી આઈટી કંપની TCS નો હતો. ઈન્વેસ્ટરોમાં ટાટા ટેક્નોલોજીના આઈપીઓને લઈને ઉત્સાહ છે. કંપની આઈપીઓ દ્વારા 3042 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tata Technologies IPO
IPO તારીખઃ 22થી 24 નવેમ્બર
પ્રાઇઝ બેન્ડઃ 475-500 રૂપિયા/શેર
ઈશ્યૂ સાઇઝઃ 3042.5 કરોડ રૂપિયા
લોટ સાઇઝઃ 30 શેર
ઈન્વેસ્ટમેન્ટઃ 15 હજાર રૂપિયા


આ પણ વાંચોઃ લગ્નની સિઝન પહેલા સોનું રૂ.61,000ની નજીક પહોંચી ગયું , ચાંદીમાં પણ તેજીનો માહોલ


Tata Technologies IPO: ખાસ વાતો
ટાટા ગ્રુપનો છેલ્લો આઈપીઓ 2004માં આવ્યો હતો, જે ટીસીએસનો હતો. આ આઈપીઓ બાદ ટાટા ગ્રુપની કંપનીનો પ્રથમ આઈપીઓ છે. આઈપીઓ ખુલવાથી આશરે 1 મહિના પહેલા ઓક્ટોબરમાં પ્રમોટર Tata Motors એ TPG Rise Climate SF ને 401.81 રૂપિયા/share પર 9 ટકા ભાગીદારી વેચી, જેની કુલ વેલ્યૂ 1467 કરોડ રૂપિયા હતી. આ ડીલ 16300 કરોડની વેલ્યૂએશન પર થઈ.


Tata Technologies IPO: વેલ્યૂએશન વધી
Tata Technologies એ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 475-500 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે, જે નવી વેલ્યૂશેન પર આઈપીઓ છે. નવી વેલ્યૂએશન હવે 19200-20300 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. છેલ્લા એક મહિનામાં કંપની વેલ્યૂએશનમાં 3000-4000 કરોડ રૂપિયા એટલે કે 18-25 ટકા વધી ગઈ છે. નોંધનીય છે કે Tata Technologies ગ્લોબલ OEM અને TIER-1 suppliers ને પ્રોડક્ટ ડેવલોપમેન્ટ અને ડિજિટલ સોલ્યુશન સર્વિસ આપવાનો કારોબાર કરે છે. 


આ પણ વાંચોઃ આ IPO એ ગ્રે માર્કેટમાં મચાવ્યું તોફાન, દર શેર પર 60 રૂપિયાના ફાયદાની તક, જાણો વિગત


Tata Technologies ની સાથે 11000 કર્મચારી જોડાયેલા છે. તે સાથે કુલ 18 ગ્લોબલ ડિલીવરી સેન્ટર હાજર છે. આ આઈપીઓ IPO Tata Motors ના શેરધારકો માટે ખાસ છે, કારણ કે OFS નો 10 ટકા ભાગ ટાટા મોટર્સના એલિઝિબલ શેરધારકો માટે ઉપલબ્ધ છે. પાત્ર શેરહોલ્ડર એટલે વ્યક્તિઓ અને HUF સહિત જાહેર ઇક્વિટી શેરધારકો. તમે પબ્લિક ઇશ્યૂમાં વધુમાં વધુ રૂ. 2 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube