નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા ઔદ્યોગિક ટાટા ગ્રુપ (Tata Group)આશરે 20 વર્ષ બાદ આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. સામાન્ય રોકાણકારોની સાથે-સાથે અમેરિકી ઈન્વેસ્ટરો પણ તેની રાહ જોઈ રહ્યાં છે. ટાટા ટેક્નોલોજીસ  (Tata Technologies)ના આઈપીઓમાં રોકાણ માટે અમેરિકાના ઘણા જાણીતા ઈન્વેસ્ટરોએ તૈયારી દર્શાવી છે. તેમાં મોર્ગન સ્ટેનલી ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, બ્લેકરોક અને કેટલાક હેઝ ફંડ સામેલ છે. સૂતરો પ્રમાણે આ ફંડ્સ 2.5 અબજ ડોલરના વેલ્યૂએશન પર કંપનીમાં રોકાણ કરી શકે છે. આ કંપની ઓટો અને એયરોસ્પેસ કંપનીઓને એન્જિનિયરિંગ સર્વિસ આપે છે. ટાટા ગ્રુપનો આ આશરે બે દાયકા બાદ પ્રથમ આઈપીઓ છે. આ આઈપીઓનો આકાર 35થી 37.5 કરોડ ડોલર હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીઓ પહેલા ટાટા ટેક્નોલોજીની અમેરિકી એસેટ મેનેજર Ghisallo Capital, Oaktree Capital અને Key Square Capitalની સાથે-સાથે બ્લેકરોક અને મોર્ગન સ્ટેનલી સાથે પણ વાત ચાલી રહી છે. આ વિશે ઓકટ્રીએ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો જ્યારે ટાટા અને બીજા ઈન્વેસ્ટરોએ સવાલોનો જવાબ આપ્યો નહીં. આ ફંડ્સ ટાટા ટેક્નોલોજીના એન્કર બુક રાઉન્ડમાં ભાગ લેવાની તૈયારીમાં છે. તેમાં રિટેલ અને બીજા ઈન્વેસ્ટરો માટે ઈશ્યૂ ખુલતા પહેલા હાઈ-પ્રોફાઇલ ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સને શેર એલોટ કરવામાં આવે છે. એક સૂત્રએ કહ્યું કે મોટા ઈન્વેસ્ટર ટાટા બ્રાન્ડને લઈને ઉત્સાહિત છે. ટાટા ટેક્નોલોજી એક પ્રોફિટેબલ કંપની છે અને તેના માટે અપાર સંભાવનાઓ છે. આ કારણ તે ડિમાન્ડમાં છે. 


આ પણ વાંચોઃ ₹45 ના સ્ટોકે આપ્યું 900% રિટર્ન, અમિતાભ બચ્ચને પણ લગાવ્યો છે દાવ, જાણો વિગત


ધમાલ મચાવી રહ્યો છે જીએમપી
રોકાણ માટે વાતચીત માટે 2.5 અબજ ડોલરની વેલ્યૂએશન પર થઈ રહી છે, જે પાછલા મહિનાના મુકાબલે આશરે 25 ટકા વધુ છે. પાછલા મહિને ટીપીજીએ તેમાં 9.9 ટકા ભાગીદારી ખરીદી હતી. પુણેની આ કંપનીમાં ટાટા મોટર્સની 74.69 ટકા ભાગીદારી છે. આ રીતે 8.96 ટકા ભાગીદારી અલ્ફા ટીવી અને 4.48 ટકા ભાગીદારી ટાટા કેપિટલ ગ્રોથ ફંડની છે. આ ટાટા સન્સના વર્તમાન ચેરમેન એન ચંદ્રશેખરનના કાર્યકાળમાં ટાટા ગ્રુપનો પ્રથમ આઈપીઓ હશે. આઈપીઓના ભણકારા વચ્ચે ગ્રે માર્કેટમાં ટાટા ટેક્નોલોજીના અનલિસ્ટેડ શેરની ડિમાન્ડ વધી ગઈ છે. ગ્રે માર્કેટમાં થોડા દિવસ પહેલા તે 280 રૂપિયાના પ્રીમિયમની સાથે ટ્રેડ કરી રહ્યો હતો. 


ટાટા ટેક્નોલોજીસ ડિજિટલ, એન્જિનિયરિંગ અને તકનીકી સર્વિસ સેક્ટરમાં દુનિયાની અગ્રણી કંપનીઓમાં સામેલ છે. તેના 18 ગ્લોબલ ડિલીવરી સેન્ટર છે, જેમાં 11,000 થી વધુ કર્મચારી કામ કરે છે. ડિસેમ્બર 2022 સુધી નવ મહિનાના ગાળામાં કંપનીનું રેવેન્યૂ 15 ટકા વધી 3052 કરોડ રૂપિયા પહોંચી ગયું હતું. કંપનીના કુલ રેવેન્યૂમાં સર્વિસ સેગમેન્ટનું યોગદાન 88 ટકા છે. આ દરમિયાન કંપનીનો નેટ પ્રોફિટ 407 કરોડ રૂપિયા રહ્યો. આ પહેલા ટાટા ગ્રુપની કોઈ કંપનીનો આઈપીઓ 19 વર્ષ પહેલા આવ્યો હતો. ટાટા ગ્રુપ વર્ષ 2004માં ટીસીએસનો આઈપીઓ લાવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube