₹45 ના સ્ટોકે આપ્યું 900% રિટર્ન, અમિતાભ બચ્ચને પણ લગાવ્યો છે દાવ, જાણો વિગત

શેર બજારમાં ઘણી એવી કંપની છે, જેણે પોતાના ઈન્વેસ્ટરોને જોરદાર રિટર્ન આપ્યું છે. આવા પેની સ્ટોકમાં રોકાણકરી ઈન્વેસ્ટરોએ મોટી કમાણી કરી છે. ડીપી વાયર્સનો શેર પણ એક છે, જેણે પોતાના રોકાણકારોને મોટો ફાયદો કરાવ્યો છે. 

₹45 ના સ્ટોકે આપ્યું 900% રિટર્ન, અમિતાભ બચ્ચને પણ લગાવ્યો છે દાવ, જાણો વિગત

Diwali 2023: શેર બજારમાં રોકાણ કરનાર ઈન્વેસ્ટરો દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગની રાહ જોતા હોય છે. આ સમયે શેરની ખરીદી શુભ માનવામાં આવે છે. આ કારણ છે કે સ્માર્ટ ઈન્વેસ્ટર મુહૂર્ત ટ્રેડિંગ પહેલા શેરને સ્કેન કરે છે. આવા ઈન્વેસ્ટરો ન માત્ર એક્સપર્ટની સલાહ લે છે પરંતુ શેરની પેટર્ન, ફાઈનાન્શિયલ કંડીશન, પોઝિટિવ અને નેગેટિવ એંગલને જોતા ખરીદી કરે છે. જો તમે પણ આ પ્રકારના સ્માર્ટ ઈન્વેસ્ટર છો તો ડીપી વાયર્સના શેરને સ્કેન કરી શકો છો. મહત્વની વાત છે કે આ શેર પર બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ દાવ લગાવ્યો છે. 

ક્યારે કેટલું રિટર્ન
પાછલા વર્ષે દિવાળીની ઉજવણી 22 ઓક્ટોબર 2022ના કરવામાં આવી હતી અને અમિતાભ બચ્ચનનો આ શેર પાછલી દિવાળી પર લગભગ 372 રૂપિયા પ્રતિ શેર પર ઉપલબ્ધ હતો. આજે એનએસઈ પર ડીપી વાયર્સનો શેર લગભગ 650 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. તેનો મતલબ છે કે અમિતાભ બચ્ચન સમર્થિત આ સ્ટોકે દિવાળી 2022થી આગામી દિવાળી 2023 સુધી 75 ટકાનું રિટર્ન આપ્યું છે. માત્ર માર્ચ 2023માં શેરની તેજી જોતા લગભગ 305 રૂપિયાથી વધી 650 રૂપિયા સુધી પહોંચી ચુક્યો છે. આ આઠ મહિનામાં ઈન્વેસ્ટરોને લગભગ 115 ટકાનું રિટર્ન મળ્યું છે. તો ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં સ્ટોકે 105 ટકાનું રિટર્ન આપ્યું છે. 

3 વર્ષનું રિટર્ન
ડીપી વાયર્સના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં 900 ટકાનું રિટર્ન આપ્યું છે. તો છેલ્લા પાંચ વર્ષની દ્રષ્ટિએ જોવામાં આવે તો શેરમાં 700 ટકાથી વધુની તેજી આવી છે. બીએસઈ પર શેરનો 52 વીક હાઈ 672.10 રૂપિયા છે. નોંધનીય છે કે આ શેર 2020 સુધી પેની સ્ટોકની કેટેગરીમાં આવતો હતો, જ્યારે દેશ કોરોનાની ઝપેટમાં હતો અને લોકડાઉનને કારણે બધુ ઠપ્પ હતું. આ દરમિયાન શેર બજારમાં પણ હાહાકાર મચી ગયો હતો. 

અમિતાભ બચ્ચન પાસે કેટલી ભાગીદારી
ડીપી વાયર્સની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર સપ્ટેમ્બર 2023 ક્વાર્ટસ સુધી અમિતાભ બચ્ચન પાસે 1,99,310 કંપની શેર છે, જે કંપનીના કુલ 1.47 ટકા છે. પરંતુ એપ્રિલથી જૂન 2023 ક્વાર્ટરમાં અમિતાભ બચ્ચન પાસે 2,81,112 ડીપી વાયર્સ શેર હતા, જે કંપનીના કુલ 2.07 ટકા હતા. આ રીતે જાન્યુઆરીથી માર્ચ 2023 ક્વાર્ટરમાં અમિતાભ બચ્ચન પાસે 3,32,800  શેર હતા. 

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકામ જોખમો અધીન હોય છે, એટલે ઈન્વેસ્ટ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news