નવી દિલ્હી: ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) એ દિવાળી પહેલાં જ લોકોને દિવાળી ગિફ્ટ આપી છે. સીબીડીટી (CBDT)એ પોતાના 38.11 લાખ ટેક્સપેયર્સને 1,23,474 કરોડ રૂપિયાનું રિફંડ (Refund) ઇશ્યૂ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળી પહેલાં ટેક્સપેયર્સને ભેટ
ઇનકમ ટેક્સ વિભાગના અનુસાર એક એપ્રિલ 2020 થી 13 ઓક્ટોબર 2020 દરમિયાન રિફંડ ઇશ્યૂ કરવામાં આવ્યું છે. તેમાં 36.21 લાખ લોકોને ઇશ્યૂ કરવામાં આવ્યું છે. 33442 કરોડની પર્સનલ ઇનકમ ટેક્સ (Personal Income Tax) અને 90,032 કરોડ રૂપિયાના કોર્પોરેટ ટેક્સ (Corporate Tax) સામેલ છે જે 1.89 લાખ ટેક્સપેયર્સને ઇશ્યૂ કરવામાં આવ્યા છે.  

PM મોદીના 'રોકાણ'માં પણ જોવા મળે છે સાદગી, જુઓ શું છે 'અમીર' બનવાનો મોદી મંત્ર


ઇનકમ ટેક્સ વિભાગે કહ્યું હતું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આત્મનિર્ભર ભારત યોજનાની જાહેરાત કર્યા બાદ રિફંડ વાપસીની પ્રક્રિયાને તેજ કરી દેવામાં આવી છે. આ વર્ષે કોઇને પણ ઇનકમ ટેક્સ રિફંડ માટે રિકવેસ્ટ કરવી નહી પડે.


CBDT એ કહ્યું કે જેમને રિફંડ નથી મળ્યું તે તાત્કાલિક ઇમેલ પર જવાબ આપે, જેથી તેમને જલદી રિફંડ મળી શકે. રિફંડ મળવાની પુરી પ્રક્રિયા ઓનલાઇન અને ઝડપી છે. 


જો તમારે પણ ચેક કરવું છે કે તમારું રિફંડ આવ્યું છે કે નહી તે ખૂબ જ સરળ છે અહીં સમજો


કેવી રીતે ચેક કરશો ટેક્સ રિફંડ
1. ટેક્સપેયર્સ જો તમે ટેક્સ રિફંડને ચેક કરવા માંગો છો તો તમારે ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in ખોલવી પડશે. 
2. અહીં યૂઝર આઇડી અને પાસવર્ડ નાખીને લોગ ઇન કરો.
3. 'View Returns/Forms' પર ક્લિક કરો. 
4. 'Income Tax Returns' પર ક્લિક કરો.
5. એક્નોલેજમેંટ નંબર પર ક્લિક કરો, જે એક હાઇપરલિંક હશે. FY 2019-20, અસેસમેંટ ઇયર AY 2020-21. ને સિલેક્ટ કરો.
તેમાં તમને નીચેની તરફ ઇનકમ ટેક્સ રિફંડ જોવા મળશે. જેમાં મોડ ઓફ પેમેન્ટ ક્લિયરન્સ ડેટ અને એમાઉન્ટ પણ લખેલી હશે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube