PM મોદીના 'રોકાણ'માં પણ જોવા મળે છે સાદગી, જુઓ શું છે 'અમીર' બનવાનો મોદી મંત્ર

પીએમ મોદી (PM Narendra Modi)એ આ વર્ષની પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. તેમની સંપત્તિ ગત વર્ષના મુકાબલે 36 લાખ રૂપિયા વધી છે. ઉપરછલ્લુ અનુમાન એ છે કે દર મહિને તેમની સંપત્તિમાં 3 લાખ રૂપિયાનો વધારો થયો છે.  

PM મોદીના 'રોકાણ'માં પણ જોવા મળે છે સાદગી, જુઓ શું છે 'અમીર' બનવાનો મોદી મંત્ર

નવી દિલ્હી: પીએમ મોદી (PM Narendra Modi)એ આ વર્ષની પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. તેમની સંપત્તિ ગત વર્ષના મુકાબલે 36 લાખ રૂપિયા વધી છે. ઉપરછલ્લુ અનુમાન એ છે કે દર મહિને તેમની સંપત્તિમાં 3 લાખ રૂપિયાનો વધારો થયો છે.  

ઘણા લોકોના પ્રશ્ન ઉદભવતો હશે કે પીએમ મોદીની સંપત્તિમાં આ વધારો કેવી રીતે તે પોતાના પૈસા ક્યાં રોકે છે. શું શેર માર્કેટમાં રોકાણકાર કરે છે શું મ્યૂચ્યુઅલ ફંડમાં અથવા કોઇ કોઇ પેન્શન સ્કીમમાં. આ પ્રશ્નોના જવાબમાં પણ પીએમ મોદીએ પોતાની સંપત્તિના ડિક્લેરેશનમાં આપી દીધો છે. જૂન 2020 સુધી પીએમ મોદી 2.85 કરોડ રૂપિયાના માલિક છે, જેમાં સ્થાવર અને જંગમ સંપત્તિ સામેલ છે. તો આવો એક નજર કરીએ પીએમોદી ક્યાં ક્યાં પૈસાનું રોકાણ કરે છે. 

પીએમ મોદી ક્યાં કરે છે રોકાણ
પીએમ મોદીના જાહેરાત અનુસાર તે પોતાની કમાણીનો એક મોટો ભાગ ટર્મ ડિપોઝિટ (Term Deposits) અને બચતખાતા (Savings Accounts)માં રાખે છે, એ જ પ્રમાણે જેમ એક સામાન્ય વ્યક્તિ રાખે છે. 

પીએમ મોદીની સંપતિ ગત વર્ષના મુકાબલે 26.26 ટકા વધી છે, તમને જાણીને આશ્વર્ય થશે કે આ તેમની સંપત્તિમાં વધારો સેવિંગ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ પર મળેલા વ્યાજને ફરીથી રોકાણ કરવાના લીધે થયો છે. પ્રધાનમંત્રી મોદી પાસે કુલ 1,75,63,618 રૂપિયાની ચલ સંપત્તિ છે અને 30 જૂનના રોજ તેમની પાસે 31,450 રૂપિયા કેશ છે. આવો જોઇએ પીએમ મોદી પોતાના પૈસા ક્યાં રોકે છે. 

પીએમ મોદીનો રોકાણ મંત્ર
1. પીએમ મોદીના સંપત્તિ ડિક્લેરેશન અનુસાર તેમના સેવિંગ્સ એકાઉન્ટમાં 3.38 લાખ રૂપિયા છે. જોકે માર્ચ 2019માં 4,143 રૂપિયા હતા. 
2. કેશના નામે 30 જૂનના રોજ તેમની 31,450 રૂપિયા હતા.
3. પીએમ મોદીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ગાંધીનગર બાંચમાં ડિકસ્ડ ડિપોઝિટ કરાવી છે.
4. આ એફડીનું વેલ્યૂ ગત વર્ષે 1,27,81,574 રૂપિયાથી વધીને હવે 1,60,28,039 રૂપિયા થઇ ચૂક્યું છે. એટલે કે ફક્ત FD થી જ તેમને 32.46 લાખ રૂપિયાનું વ્યાજ મળે છે. 
5. આ ઉપરાંત પીએમ મોદીએ લાઇફ ઇંશ્યોરન્સ પણ કરાવ્યો છે, વીમાનું પ્રીમિયમ દર વર્ષે 1,50957 રૂપિયા જાય છે. 
6. પીએમ મોદી નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSCs) રોકાણ કરે છે, તેમની પાસે 8,43,124 રૂપિયાના NSCs છે. 
7. પીએમ મોદી ઇંફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સમાં પણ રોકાણ કરે છે. જાન્યુઆરી 2020માં તેમણે 20 હજાર રૂપિયાના ઇંન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ખરીદ્યા હતા જે મેચ્યોર નથી થયા. 

પ્રધાનમંત્રીની અચલ સંપત્તિઓમાં કોઇ ખાસ ફેરફાર થયો નથી. પીએમ મોદીના નામે ગાંધીનગરમાં એક ઘર છે જેની કિંમત 1.1 કરોડ રૂપિયા છે. પીએમ મોદી પર કોઇ લોન નથી અને ના તો તેમની પાસે પોતાની કાર છે. તેમની પાસે સોનાની ચાર વીંટીઓ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news