નવી દિલ્હી:  FM on Cryptocurrency : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ફરી એકવાર ક્રિપ્ટોકરન્સી પર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે ક્રિપ્ટોકરન્સીના ટ્રાંજેક્શનથી થતા નફા પર ટેક્સ લગાવવાનો સરકારનો અધિકાર છે. તેમણે એમ પણ કહ્યું કે તેના પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય વિચાર-વિમર્શના નિર્ણયના આધારે લેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રીએ સામાન્ય બજેટ પરની ચર્ચાનો આપ્યો જવાબ
રાજ્યસભામાં સામાન્ય બજેટ પરની ચર્ચાનો જવાબ આપતાં સીતારમણે કહ્યું, 'હું અત્યારે ક્રિપ્ટોકરન્સીને વેલિડ કે પ્રતિબંધિત કરવાની નથી. આના પર પ્રતિબંધ મુકવામાં આવશે કે નહીં, આ અંગેનો કોઈપણ નિર્ણય વિચાર-વિમર્શમાંથી બહાર આવતા નિર્ણયના આધારે લેવામાં આવશે.

10 રૂપિયાનો કયો સિક્કો વેલિડ? સરકારે દૂર કર્યું કંફ્યૂઝન


'ડિજિટલ રૂપિયા'ને માત્ર ડિજિટલ ચલણ તરીકે માન્યતા
તમને જણાવી દઈએ કે નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરેલા બજેટમાં ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શન પર 30 ટકા ટેક્સની વાત કરવામાં આવી હતી. ત્યારબાદથી રોકાણ વચ્ચે સરકાર તરફથી તેને વેલિડ કરવા માટેની ચર્ચા થવા લાગી. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે આરબીઆઈ દ્વારા જારી કરાયેલા 'ડિજિટલ રૂપિયા'ને જ ડિજિટલ કરન્સી તરીકે માન્યતા આપવામાં આવશે.


1 એપ્રિલથી લાગુ થશે નવો નિયમ
સરકાર 1 એપ્રિલથી કોઈપણ ડિજિટલ એસેટ અથવા ક્રિપ્ટોકરન્સીના વ્યવહારથી થતા નફા પર 30 ટકા ટેક્સ વસૂલશે. નાણાકીય વર્ષ 2022-23 માટેના બજેટમાં એક વર્ષમાં રૂ. 10,000 થી વધુની ઓનલાઈન ડિજિટલ કરન્સી વસ્તુઓમાં ચૂકવણી પર એક ટકા TDS (સ્રોત પર કર કપાત) વસૂલવાનો પણ પ્રસ્તાવ છે. સાથે જ આ પ્રકારની સંપત્તિને ભેટમાં આપવા પર ટેક્સની દરખાસ્ત કરવામાં આવી છે.


ટીડીએસ માટે મર્યાદા નિર્ધારિત વ્યક્તિઓ માટે વાર્ષિક રૂ. 50,000 હશે. તેમાં વ્યક્તિઓ/હિંદુ અવિભાજિત પરિવારોનો સમાવેશ થાય છે. તેમને આવકવેરા કાયદા હેઠળ તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર પડશે. આ સાથે જ લેણદેણની આવકની ગણતરી કરતી વખતે કોઈપણ પ્રકારના ખર્ચ અથવા ભથ્થાના સંદર્ભમાં કપાતની કોઈ જોગવાઈ નથી. ક્રિપ્ટો કરન્સી પર એક ટકા ટીડીએસની જોગવાઈ 1 જુલાઈ, 2022થી અમલમાં આવશે, જ્યારે નફા પર ટેક્સ 1 એપ્રિલથી અમલમાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube