10 રૂપિયાનો કયો સિક્કો વેલિડ? સરકારે દૂર કર્યું કંફ્યૂઝન

'FAKE Rs 10 Coin Confusion' : સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે 10 રૂપિયાના સિક્કાનો ઉપયોગ તમામ પ્રકારના વ્યવહારો માટે કાનૂની ટેન્ડર તરીકે કરી શકાય છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ 8 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 10 રૂપિયાના તમામ સિક્કા કાનૂની ટેન્ડર છે.

10 રૂપિયાનો કયો સિક્કો વેલિડ? સરકારે દૂર કર્યું કંફ્યૂઝન

નવી દિલ્હીઃ 10 રૂપિયાનો સિક્કોઃ ઘણીવાર જ્યારે તમે સામાન લેવા બજારમાં જાઓ છો ત્યારે કેટલાક દુકાનદારો 10 રૂપિયાનો સિક્કો લેવાની ના પાડી દે છે. આવી સ્થિતિમાં ઘણી વખત મૂંઝવણની સ્થિતિ સર્જાય છે. કેટલાક દુકાનદારોની દલીલ છે કે આ સિક્કો નકલી છે. બીજી તરફ કેટલાક દુકાનદારો ચોક્કસ પ્રકારના સિક્કા લેવાની ના પાડતા તેઓ બાકીના સિક્કા લઈ લે છે.

10 રૂપિયાના સિક્કા ચલણમાં
આવી મૂંઝવણનું કારણ એ છે કે બજારમાં 10 રૂપિયાના અનેક પ્રકારના સિક્કા છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં આ અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી હતી. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે 10 રૂપિયાના સિક્કા સંપૂર્ણ રીતે માન્ય છે અને તે નકલી નથી.

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ આપ્યો જવાબ
સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે 10 રૂપિયાના સિક્કાનો ઉપયોગ તમામ પ્રકારના વ્યવહારો માટે કાનૂની ટેન્ડર તરીકે કરી શકાય છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ 8 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 10 રૂપિયાના તમામ સિક્કા કાનૂની ટેન્ડર છે.

તેમણે કહ્યું કે ભારત સરકારના અધિકારક્ષેત્ર હેઠળ વિવિધ કદ, થીમ અને ડિઝાઇનમાં બનાવવામાં આવેલા અને આરબીઆઈ દ્વારા પ્રસારિત કરાયેલા રૂ. 10ના સિક્કા લીગલ ટેન્ડર છે. તેનો ઉપયોગ તમામ પ્રકારના વ્યવહારોમાં લીગલ ટેન્ડર તરીકે થઈ શકે છે. પંકજ ચૌધરી રાજ્યસભામાં એ વિજયકુમારના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.

આરબીઆઈ પણ રહે છે જાગૃત 
ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે સમયાંતરે 10 રૂપિયાના સિક્કા ન સ્વીકારવાની ફરિયાદો આવે છે. લોકોના મનમાં જાગૃતિ લાવવા, ગેરમાન્યતાઓ અને ડર દૂર કરવા માટે, આરબીઆઈ સમયાંતરે પ્રેસ રિલીઝ દ્વારા લોકોને જાગૃત કરતી રહે છે. આરબીઆઈએ પહેલેથી જ કહ્યું છે કે 10 રૂપિયાના તમામ 14 ડિઝાઈનના સિક્કા માન્ય અને લીગલ ટેન્ડર છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news