Penny Stock: ભારતીય શેરબજારમાં શુક્રવારે નબળા વલણો છતાં ટીમો પ્રોડક્શન્સ એચક્યુ લિમિટેડના શેર (Teamo Productions HQ Ltd share price)માં મજબૂત ખરીદી જોવા મળી છે. બુધવારે 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર થયા બાદ ટીમો પ્રોડક્શન્સ એચક્યુ લિમિટેડના શેરમાં  5 ટકાની અપર સર્કિટ લાગી હતી. આ પેની સ્ટોક શુક્રવારે એનએસઈ પર 1.25 રૂપિયા પર ઓપન થયો હતો અને પછી તેમાં અપર સર્કિટ લાગી હતી. શુક્રવારે પહેલા આ સ્મોલ કેપ સ્ટોકમાં 5, 8 અને 9 એપ્રિલે પણ અપર સર્કિટ લાગી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત કરાવી રહ્યો છે કમાણી
નોંધનીય છે કે આ પેની સ્ટોક એનએસઈ અને બીએસઈ બંને પર કારોબાર માટે ઉપલબ્ધ છે. તેનું માર્કેટ કેપ 107 કરોડ છે અને એનએસઈ પર તેનું વર્તમાન ટ્રેડ વોલ્યૂમ 16.88 લાખ છે. તેનું 52 સપ્તાહનું હાઈ લેવલ 3.32 રૂપિયા પ્રતિ શેર છે, જ્યારે તેનો 52 સપ્તાહનો લો લેવલ 0.74 રૂપિયા છે. કંપનીના શેરમાં આ તેજી ક્વાર્ટરના પરિણામ બાદ આવી છે. હકીકતમાં કંપનીએ બુધવારે સાંજે માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં હતા.


111.20 કરોડ રૂપિયાનો ખર્ચ ગણાવ્યો


Q4FY24 સ્મોલ-કેપ કંપનીનો QoQ અને YoY બંનેમાં ખર્ચ ઘટ્યો છે. કંપનીએ જાન્યુઆરીથી માર્ચ 2024 ક્વાર્ટરમાં કુલ 111.20 કરોડ રૂપિયાનો ખર્ચ ગણાવ્યો, જે નાણાકીય વર્ષ 2023-24ના પાછલા ક્વાર્ટરમાં 129.90 કરોડ હતો. તેથી કંપની ક્રમિક આધાર પર પોતાના ખર્ચને કંટ્રોલ કરવામાં સફળ રહી છે. સ્મોલ-કેપ કંપનીએ દર વર્ષે ખર્ચમાં પણ સુધાર કર્યો કારણ કે Q4FY23 માં તેનો નેટ ખર્ચ ₹375.62 કરોડ હતો.


આ પણ વાંચોઃ નવા સપ્તાહે આવશે 2 આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP સહિત અન્ય જાણકારી


શુદ્ધ લાભમાં 140 ટકાની વૃદ્ધિ નોંધી


Q4FY24 માં કંપનીનો નેટ પ્રોફિટ 3.47 કરોડ રહ્યો, જે પાછલા ક્વાર્ટરમાં 1.94 કરોડ અને Q4FY23 માં 1.43 કરોડ હતો. તેથી ક્રમિક આદાર પર સ્મોલ કેમ કંપનીનો નેટ પ્રોફિટ લગભગ 80 ટકા વધી ગયો છે. આ રીતે કંપનીએ વાર્ષિક આધાર પર શુદ્ધ લાભમાં 140 ટકાની વૃદ્ધિ નોંધી છે. રસપ્રદ છે કે આ સમયમાં કંપનીની ઓપરેટિંગ આવકમાં ઘટાડા છતાં આવું થયું છે. Q4FY24 માં કંપનીની આવક 115.80 કરોડ છે, જે પાછલા ક્વાર્ટરમાં કુલ આવક 130 કરોડ અને Q3FY23 ની કુલ આવક 377 કરોડથી ઓછી છે.