નવી દિલ્હીઃ ઘરેલૂ બ્રોકરેસ અને રિસર્ચ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ 3 કંપનીઓના શેરો પર બુલિશ છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે આઈટી સ્ટોક ટેક મહિન્દ્રા, મેટલ સ્ટોક ગ્રેફાઇટ ઈન્ડિયા અને સરકારી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સના શેરોમાં ખરીદી કરવાની સલાહ આપી છે. આ ત્રણેય શેર આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના ટોપ સ્ટોક પિક્સ છે. ઘરેલૂ બ્રોકરેજે આ શેરોમાં આશરે 3 મહિનાની ટાઇમ ફ્રેમ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1690 રૂપિયા સુધી પહોંચી શકે છે ટેક મહિન્દ્રા
બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે ટેક મહિન્દ્રાના શેરોને બાય રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ હાઉસે આ આઈટી સ્ટોક માટે 1690 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. સાથે સ્ટોકમાં 1328 રૂપિયા સ્ટોપ લોસ બનાવી રાખવાનું કહ્યું છે. આ સ્ટોકને ત્રણ મહિનાની ટાઇમ ફ્રેમ આપવામાં આવી છે. ટેક મહિન્દ્રાના શેર બીએસઈ પર બુધવારે 1478 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યાં હતા. 


આ પણ વાંચોઃ Gold Price Today: આજે ફરી સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, ફક્ત આટલામાં ખરીદો ગોલ્ડ


ગ્રેફાઇટ ઈન્ડિયા માટે 568 રૂપિયાની ટાર્ગેટ કિંમત
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે મેટલ સ્ટોક ગ્રેફાઇટ ઈન્ડિયાને બાય રેટિંગ આપી છે. બ્રોકરેજ હાઉસે કંપનીના શેરો માટે 568 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ આપી છે. બ્રોકરેજ હાઉસે 442 રૂપિયા સ્ટોપ લોસ રાખવાની સલાહ આપી છે. ગ્રેફાઈટ ઈન્ડિયા લિમિટે, ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ્સની સાથે કાર્બન અને ગ્રેફાઇટ સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સનું મેન્યૂફેક્ચરિંગ કરે છે. કંપનીના શેરનો ભાવ બુધવારે 491 રૂપિયા હતો. 


આ પણ વાંચોઃ 7th Pay commission: હોળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ખુશખબર! ડીએમાં થશે વધારો


ભારત ઇલેક્ટ્રોનિક્સના શેરો માટે 245 રૂપિયાનો ટાર્ગેટ
બ્રોકરેજ હાઉસ, પીએસયૂ સ્ટોક ભારત ઈલેક્ટ્રોનિક્સના શેરો પર બુલિશ છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે કંપનીના શેરો માટે 245 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને 192 રૂપિયાનો સ્ટોપ લોસ રાખ્યો છે. પબ્લિક સેક્ટરની કંપની રડા, કમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક વાયફેયર ઇક્વિપમેન્ટનું મેન્યૂફેક્ચરિંગ કરે છે. કંપનીના શેર બુધવારે બીએસઈ પર 208.85 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં હતા. 


(ડિસ્ક્લેમરઃ આ કંપનીના શેર ખરીદવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. રોકાણ કરતા પહેલાં તમારા બ્રોકરની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube