ટ્રેન 3 કલાક મોડી પડી તો મુસાફરોને મળશે વળતર, રેલવેના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ભારતીય રેલવે (Indian Railway) ના ઈતિહાસમાં પહેલીવાર એવું થશે કે, ટ્રેન મોડી પડવા પર મુસાફરોને વળતર મળશે. શનિવારે નવી દિલ્હી લખનઉ તેજસ એક્સપ્રેસ (Tejas Express) ટ્રેન સવા ત્રણ કલાક મોડી દિલ્હી પોહંચી હતી. રેલવે તરફથી આઈઆરસીટીસી (IRCTC) આ ટ્રેનને ઓપરેટ કરે છે. તે દેશની પહેલી સ્વદેશી ટ્રેન છે. નિયન અનુસાર, આ ટ્રેનમાં 1 કલાક મોડા થવા પર 100 રૂપિયા અને 2 કલાકથી વધુ મોડા પડવાથી વધુમાં વધુ 250 રૂપિયા વળતર મળે છે. શનિવારે (19 ઓક્ટોબર) લખનઉથી દિલ્હી પહોંચનારી ટ્રેનમાં 451 મુસાફર સામેલ હતા, તમામને 250 રૂપિયા વળતર આપવામાં આવશે.
નવી દિલ્હી :ભારતીય રેલવે (Indian Railway) ના ઈતિહાસમાં પહેલીવાર એવું થશે કે, ટ્રેન મોડી પડવા પર મુસાફરોને વળતર મળશે. શનિવારે નવી દિલ્હી લખનઉ તેજસ એક્સપ્રેસ (Tejas Express) ટ્રેન સવા ત્રણ કલાક મોડી દિલ્હી પોહંચી હતી. રેલવે તરફથી આઈઆરસીટીસી (IRCTC) આ ટ્રેનને ઓપરેટ કરે છે. તે દેશની પહેલી સ્વદેશી ટ્રેન છે. નિયન અનુસાર, આ ટ્રેનમાં 1 કલાક મોડા થવા પર 100 રૂપિયા અને 2 કલાકથી વધુ મોડા પડવાથી વધુમાં વધુ 250 રૂપિયા વળતર મળે છે. શનિવારે (19 ઓક્ટોબર) લખનઉથી દિલ્હી પહોંચનારી ટ્રેનમાં 451 મુસાફર સામેલ હતા, તમામને 250 રૂપિયા વળતર આપવામાં આવશે.
22 ઓક્ટોબરે બેંકોની હડતાળ, 10 બેંકો બંધ રહેશે, તો આ બેંકોમાં કામકાજ રહેશે ચાલુ
આઈઆરસીટીસીએ કહ્યું કે, તમામ મુસાફરોને મેસેજ મોકલી દેવામાં આવ્યો છે, તેમાં મોકલવામાં આવેલી લિંક દ્વારા મુસાફર પોતાનો દાવો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેનમાં દરેક મુસાફરનો વીમો રહે છે, તેથી વળતર વીમા કંપની આપે છે.
હકીકતમાં, શનિવારે સવારે લખનઉં રેલવે સ્ટેશન પર કૃષક એક્સપ્રેસના 2 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. તેને પગલે લખનઉથી તેજસ 3 કલાક મોડી ચાલી હતી.
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :