22 ઓક્ટોબરે બેંકોની હડતાળ, 10 બેંકો બંધ રહેશે, તો આ બેંકોમાં કામકાજ રહેશે ચાલુ

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ અસોસિએશન (All India bank Employees Association) દ્વારા 22મી ઓક્ટોબરે દેશવ્યાપી હડતાળ (Bank Strike)નું એલાન કરાયું છે. ત્યારે હડતાળના સમર્થનમાં દેશભરની 10 જેટલી બેંકો (Banks) ના કર્મચારીઓ જોડાશે. આ હડતાળને રાજ્યના 'મહાગુજરાત બેંક એમ્પ્લોઈ એસોસિયેશન તરફથી સમર્થન આપવામાં આવ્યું છે. તો હડતાળને પગલે આવતીકાલે સોમવારે (Monday) દેશના મહત્વના સેન્ટરો પર કર્મચારીઓ દ્વારા રેલી કાઢીને વિરોધ (Protest) પણ કરવામાં આવશે. 

22 ઓક્ટોબરે બેંકોની હડતાળ, 10 બેંકો બંધ રહેશે, તો આ બેંકોમાં કામકાજ રહેશે ચાલુ

અતુલ તિવારી/અમદાવાદ :ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ અસોસિએશન (All India bank Employees Association) દ્વારા 22મી ઓક્ટોબરે દેશવ્યાપી હડતાળ (Bank Strike)નું એલાન કરાયું છે. ત્યારે હડતાળના સમર્થનમાં દેશભરની 10 જેટલી બેંકો (Banks) ના કર્મચારીઓ જોડાશે. આ હડતાળને રાજ્યના 'મહાગુજરાત બેંક એમ્પ્લોઈ એસોસિયેશન તરફથી સમર્થન આપવામાં આવ્યું છે. તો હડતાળને પગલે આવતીકાલે સોમવારે (Monday) દેશના મહત્વના સેન્ટરો પર કર્મચારીઓ દ્વારા રેલી કાઢીને વિરોધ (Protest) પણ કરવામાં આવશે. બેન્ક ઓફ બરોડનું પણ હડતાળને સમર્થન છે, તેથી આ બેંક પણ બંધ રહેશે. 

RBI અને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી બેન્કિંગ સેક્ટરમાં કરવામાં આવી રહેલા બદલાવનો કર્મચારીઓ અને બેંક સંગઠનો વિરોધ કરી રહ્યા છે. જેમાં બેન્ક મર્જરનો વિરોધ, બેન્કિંગ રીફોર્મનો વિરોધ, લૉન રિકવરી માટે કડક કાયદો બને, ડિફોલ્ટર્સ સામે કડક પગલાં લેવા, જુદા જુદા ચાર્જીસના નામે ગ્રાહકોને હેરાન ન કરવા, સર્વિસ ચાર્જમાં કરાયેલા વધારા પાછા લેવા, ડિપોટીઝ પર ઈન્ટ્રેસ્ટ રેટ વધારવામાં આવે તેવી માંગો કરવામાં આવશે. આ હડતાળની સૌથી મોટી અસર દિવાળી પર પડશે. દિવાળીનો તહેવાર નજીક છે એવામાં હડતાળને પગલે રાજ્યની 10 બેંકોની 1230 શાખાઓમાં કરોડોની લેવડ દેવડ અટકશે.

કઈ કઈ 10 બેંક બંધ રહેશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અલ્હાબાદ બેંક, આંધ્ર બ્રેન્ડ, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડિયન બેંક, સિન્ડીકેટ, ઓરિએન્ટેલ, યુનાઈટેડ, કોર્પોરેશન બેંક 

આ બેંકો રહેશે ચાલુ22 ઓક્ટોબરે Axis Bank, HDFC Bank, ICICI Bank, IndusInd Bank, Kotak Mahindra Bank, Yes Bank IDFC સહિતની પ્રાઇવેટ બેંકો ચાલુ રહેશે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

ગુજરાતની બેંકો પણ બંધ
હડતાળને પગલે ગુજરાતમાં 10 બેન્કોની 1230 શાખાઓમાં કામકાજ ઠપ્પ થશે. જેમાં અલ્હાબાદ બેન્કની 62, આંધ્ર બેન્કની 67, કેનેરા બેંકની 159 શાખાઓ, કોર્પોરેશન બેંકની 166, ઇન્ડિયન બેંકની 97, સિન્ડિકેટ બેંકની 103 શાખાઓ, ઓરીએન્ટલ બેન્ક ઓફ કોમર્સની 72, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાની 32 શાખાઓ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની 280 અને PNBની 192 શાખાઓ રહેશે બંધ. બેંકોની હડતાળને પગલે કરોડોના ટ્રાન્જેક્શન ખોરવાશે.

દિવાળીમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે
દિવાળી પર શનિવાર, રવિવાર અને સોમવારના રોજ બેંકો બંધ રહેશે. એટલે કે,  26, 27 અને 28 ઓક્ટોબરના રોજ બેંકો બંધ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news