નવી દિલ્હી: હોળીની સાથે જ ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે. વધતી જતી ગરમીમાં ACની ડિમાન્ડ વધવા લાગી છે. ગરમીની સિઝનમાં લોકો  AC ખરીદવાનું મન બનાવી લે છે પરંતુ ખર્ચ જોઇને પોતાનો હાથ પાછા ખેંચી લે છે. તો આવી પરિસ્થિતિમાં તમારે ગભરાવવાની જરૂર નથી. અમે તમને જણાવીએ કેટલીક એવી રીત જેને અપનાવીને તમે  AC નો આનંદ માણી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓછા બજેટમાં રેન્ટ પર લો એસી
પૈસા બચાવવાની એક રીત ભાડે એસી લઇ લો. ઘણા ઓનલાઇન પ્લેટફોર્મ્સ દ્વારા તમે  AC ને રેન્ટ પર લેવા માટે એપ્લાય કરી શકો છો. ભાડે એસી લેવાનો એક ફાયદો એ પણ છે કે તમારે તેના પર કોઇ મેન્ટેન્સનો ખર્ચ ઉઠાવવો નહી પડે.


ફક્ત આ શહેરના લોકો ઉઠાવી શકશે લાભ
તમને જણાવી દઇએ કે ઓનલાઇન રેન્ટલ સાઇટથી એસી લેતાં પહેલાં તેમની તમામ ટર્મ્સ અને કંડીશન્સને જરૂર વાંચી લેવી જોઇએ. આ ઉપરાંત પૈસા આપ્તાં પહેલાં કોઇપણ ડાઉટને કસ્ટમર સપોર્ટ ટીમ સાથે કોલ કરીને ક્લિયર કરી લો. વેબસાઇટની ઓથેંટિસિટીને જરૂર વેરિફાઇ કરી લો. જાણકારી માટે તમને જણાવી દઇએ કે તમે દિલ્હી, નોઇડા, ગુડગાંવ, ચેન્નઇ, હૈદ્રાબાદ અને બેંગલુરૂ જેવા શહેરોમાં જ ભાડે એસી લઇ શકો છો. 

જબરો જુગાડ: વિજળીનું બિલ થઇ જશે અડધું અને બધી જશે પંખા-કૂલ્રની સ્પીડ!


રેન્ટમોજો ઇન્સ્ટોલેશન માટે ચાર્જ કરે છે 1500 રૂપિયા
રેન્ટમોજો એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જે Android, iOS અને વેબ પર ઉપલબ્ધ છે. તેની મદદથી તમે દિલ્હી, નોઈડા, મુંબઈ, ચેન્નાઈ અને અન્ય ઘણા શહેરોમાં ભાડાની સેવા લઈ શકો છો. ACનું ભાડું તમે કયા સમય માટે AC ભાડે લેવાનું વિચારી રહ્યા છો તેના પર નિર્ભર છે. રેન્ટમોજો ફ્રી રીલોકેશન અને અપગ્રેડ સુવિધા આપે છે. તેની લાઇનઅપ દર મહિને રૂ. 1,399 થી શરૂ થાય છે અને 1 ટનનું સ્પ્લિટ એર કંડિશનર ભાડે લેવા માટે તમારે રૂ. 1,949ની સિક્યોરિટી ડિપોઝિટ કરવી પડશે જે રિફંડપાત્ર છે. રેન્ટોમોજો ઇન્સ્ટોલેશન ચાર્જ તરીકે રૂ. 1,500 રૂપિયા વસૂલે છે, જેમાં આઇટમ માટે પાણીની પાઇપનો સમાવેશ થાય છે.


સિટીફર્નિશથી પ્ણ સરળતાથી મળી શક્શે AC
સિટી ફર્નિશ ગરમીઓ દરમિયાન AC ની માંગને પુરી કરનાર એક અન્ય ભાડાની સેવા છે. જો તમે 1 ટનનું વિંડો એસી ભાડે લેવા માંગો છો, તો સિટીફર્નિશ તમારા પાસેથી દર મહિને 1,069 રૂપિયા ચાર્જ વસૂલ કરે છે. 1,000 રૂપિયા ઇંસ્ટોલેશન ચાર્જ અને 2,749 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ જમા રકમ પણ સામેલ છે. જ્યારે 1 ટન સ્પિલ્ટ એસીનું ભાડું 1,249 રૂપિયા દર મહિને ઇન્સ્ટોલ કરવા માટે 1,500 રૂપિયા અને સિક્યોરિટી ડિપોઝિટ 2,799 રૂપિયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube