જબરો જુગાડ: વિજળીનું બિલ થઇ જશે અડધું અને બધી જશે પંખા-કૂલરની સ્પીડ!
Electricity Bill Reduce Trick: ગરમીની સીઝન આવી ગઇ છે અને લોકોએ ગરમીમાંથી મુક્તિ મેળવવા માટે કૂલર અને એસી શરૂ કરી દીધા છે. ઠંડીમાં પંખા બંધ હતા તે હવે ફૂલ ચાલી રહ્યા છે. પરંતુ ભરપૂર વોલ્ટેજ હોવાછતાં પણ પંખા બરોબર હવા ફેંકતા નથી. ગરમીઓની શરૂઆતમાં આ સામાન્ય વાત છે.
Trending Photos
નવી દિલ્હી: Electricity Bill Reduce Trick: ગરમીની સીઝન આવી ગઇ છે અને લોકોએ ગરમીમાંથી મુક્તિ મેળવવા માટે કૂલર અને એસી શરૂ કરી દીધા છે. ઠંડીમાં પંખા બંધ હતા તે હવે ફૂલ ચાલી રહ્યા છે. પરંતુ ભરપૂર વોલ્ટેજ હોવાછતાં પણ પંખા બરોબર હવા ફેંકતા નથી. ગરમીઓની શરૂઆતમાં આ સામાન્ય વાત છે. તમને પણ લાગે છે કે તમારો પંખો ઓછી હવા ફેંકી રહ્યો છે અને વિજળીના યૂનિટ બરાબર ખર્ચ થઇ રહ્યા છે તો પંખા પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ગરમીની શરૂઆત આપણે AC રિપેર કરાવી દઇએ છીએ, પરંતુ કૂલર અને પંખા પર ખાસ ધ્યાન આપતા નથી. આજે અમે તમને એવી ટ્રીક બતાવવા જઇ રહ્યા છીએ, જેનાથી એક મિનિટમાં પંખા-કૂલર સ્પીડ વધી જશે અને વિજળીનું બિલ પણ ઘટી જશે. આવો જાણીએ કેવી રીતે...
આ કામ છે સૌથી અસરદાર
મહીના બાદ પંખો ચાલુ કર્યા બાદ જો તમને લાગે છે કે પંખો યોગ્ય રીતે હવા ફેંકી રહ્યો નથી તો પરેશાન થવાની જરૂર નથી. ના તો કોઇ ઇલેક્ટ્રિશન બોલાવવાની જરૂર નથી અને ના તો નવો પંખો લાવવાની જરૂર છે. તમારે બસ એક નાનકડું કામ કરવાનું છે જેનાથી પંખાની સ્પીડ આપમેળે વધી જશે. એટલું જ નહી સ્પીડ વધતાં જ વિજળીનું બિલ ઓછું થઇ જશે. તમને જણાવી દઇએ કે કોઇપણ પંખો ઓછા દબાણમાં હવા ફેંકે છે. હવામાં કાપીને તે નીચે તરફ ફેંકે છે. તેના કારણ પંખાની બ્લેડ આગળ બ્લેડ અણીદાર અને વક્રાકાર હોય છે.
બ્લેડમાં જામી જાય છે ધૂળ
વિશેષજ્ઞોના મતે પંખાની બ્લેડ હવાને કાપી નાખે છે અને તેના કારણે બ્લેડના તીક્ષ્ણ ભાગોમાં ધૂળ અને માટીના કણો જમા થઈ જાય છે, જેના કારણે પંખો વધુ લોડ લેવા લાગે છે. સ્પીડ ધીમી પડી જાય છે અને પંખાની મોટર વધુ લોડ લેવા લાગે છે, જેના કારણે વધુ વીજળીનું બિલ આવે છે. પછી તે સીલિંગ ફેન હોય, ટેબલ ફેન હોય, કુલર હોય કે એસી. આ સિદ્ધાંત બધાને લાગુ પડે છે.
ભીના કપડાં વડે સાફ કરો પંખાની બ્લેડ
પંખાની સ્પીડ વધારવા માટે કોઇ ઇલેક્ટ્રિશિયનને બોલાવવાની જરૂર નથી. તમે જાતે રિપેર કરી શકો છો. બસ તમારે પંખાની બ્લેડને ભીના કપડાં વડે સાફ કરવાની છે. પરંતુ ધ્યાન રાખો કે વધુ ફોર્સથી બ્લેડને સાફ ન કરો, કારૅણ કે તેનાથી એલાઇમેન્ટ ખરાબ થઇ શકે છે. બ્લેડને ધીમે ધીમે સાવધાનીથી સાફ કરો. પંખો સાફ કર્યા બાદ જો તમે ઓન કરશો તો જોશો તો પંખો સ્પીડથી ચાલવા લાગશે. સાથે જ તેનો અવાજ પણ ઓછો થઇ જશે. તેનાથી પંખાની મોટર ઓછો લોડ લેશે અને વિજળીના બિલ પર પણ અસર પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે