નવી દિલ્હીઃ દેવામાં ડૂબેલી સરકારી વિમાન કંપની એર ઈન્ડિયા  (Air India) માટે બોલી લગાવવાની સમય મર્યાદા બુધવારે સાંજે 6 કલાકે સમાપ્ત થઈ ગઈ છે. સૂત્રોના હવાલાથી માહિતી મળી છે કે ટાટા સન્સ  (Tata Sons) અને સ્પાઇસજેટ (SpiceJet) ના ચેરમેન અજય સિંહે એર ઈન્ડિયા માટે પોત-પોતાની ફાઇનાન્શિયલ બોલી જમા કરાવી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ હતે કે આ પ્રક્રિયા માટે 15 સપ્ટેમ્બર સાંજે 6 કલાક સુધીની ડેડલાઇન રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોનું કહેવું છે કે જો બોલીઓ યોગ્ય હોય તો એર ઈન્ડિયાને ડિસેમ્બર સુધી નવા માલિકને સોંપી દેવામાં આવી શકે છે. આ પહેલા ડિપાર્ટમેન્ટ ઓફ ઇનવેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ  (DIPAM) એ ટ્વીટ કર્યુ હતું કે એર ઈન્ડિયાના વિનિવેશ માટે ફાઇનાન્શિયલ બોલીઓ મળી ગઈ છે અને આ પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પ્રવેશ કરી રહી છે. અત્યાર સુધી એર ઈન્ડિયા માટે બે બોલીઓ મળી છે. જાણકારોનું કહેવું છે કે કેન્દ્રની વિનિવેશ યોજનામાં ટાટા સન્સ સૌથી આગળ ચાલી રહ્યું છે. 


આ પણ વાંચોઃ ઓટો-ટેલીકોમ સેક્ટર માટે સરકારે ખોલ્યો ખજાનો, AGR બાકી પર કરવામાં આવી મોટી જાહેરાત


શું-શું વેચી રહી છે સરકાર
સરકારે 2018માં એર ઈન્ડિયામાં 76 ટકા ભાગીદારી વેચવાની રજૂઆત કરી પરંતુ ત્યારે કોઈ બોલી મળી નહીં. આ વખતે સરકાર આ કંપનીમાં પોતાની સંપૂર્ણ ભાગીદારી વેચી રહી છે. તેમાં એર ઈન્ડિયા અને તેની સહયોગી કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસની સાથે ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની AISATSમાં 50 ટકા ભાગીદારી સામેલ છે. આ એરલાયન્સને 23,000 કરોડ રૂપિયાના કર્જ સાથે ટ્રાન્સફર કરવામાં આવશે. બાકી 22,000 કરોડ રૂપિયાનું કર્જ સરકારની કંપની Air India Asset Holdings (AIAHL) ને ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. 


ટાટા સમૂહે એર એશિયા ઈન્ડિયા (AirAsia India) ના માધ્યમથી એર ઈન્ડિયા માટે બોલી લગાવી છે. એર ઈન્ડિયાને ટાટા સમૂહે જ શરૂ કરી હતી અને હવે 68 વર્ષ બાદ કંપની ફરી ટાટા સમૂહની પાસે આવી શકે છે. 
જેઆરડી ટાટાએ 1932માં ટાટા એરલાયન્સની સ્થાપના કરી હતી. બીજા વિશ્વ યુદ્ધ સમયે વિમાન સેવાઓ રોકી દેવામાં આવી હતી. ફરી જ્યારે વિમાન સેવાઓ શરૂ થઈ તો 29 જુલાઈ 1946ના ટાટા એરલાયન્સનું નામ બદલી તેનું નામ એર ઈન્ડિયા લિમિટેડ કરી દેવામાં આવ્યું હતું. આઝાદી બાદ 1947માં એર ઈન્ડિયાની 49 ટકા ભાગીદારી સરકારે લઈ લીધી હતી. 1953માં તેનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું હતું. 


આ પણ વાંચોઃ LIC Policy: એલઆઈસીની શાનદાર યોજના, 233 રૂપિયાના રોકાણ પર મેળવો 17 લાખ, ટેક્સમાં પણ મળશે છૂટ


ટાટાએ સારી ટીમને કામ પર લગાવી
ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના અધિગ્રહણ માટે પોતાની મજબૂત લોકોની ટીમને કામ પર લગાવી છે. ટાટા ગ્રુપે સરકારી કંપની એર ઈન્ડિયાને ખરીદવાની પ્રક્રિયામાં પોતાના એક ડઝનથી વધુ શ્રેષ્ઠ સ્ટાફને કામ પર લગાવ્યો છે. વર્ષ 2021માં ટાટા ગ્રુપ તે નક્કી કરવા ઈચ્છે છે કે તેના હિસાબે આ વખતે એર ઈન્ડિયા ડીલમાં કોઈ અડચણ આવે નહીં. ટાટા ગ્રુપની ટીમે એર ઈન્ડિયાની વેલ્યૂ લગાવવાથી લઈને ખરીદવાના અન્ય પાસા પર કામ કર્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube