ઓટો-ટેલીકોમ સેક્ટર માટે સરકારે ખોલ્યો ખજાનો, AGR બાકી પર કરવામાં આવી મોટી જાહેરાત
કેન્દ્ર સરકારની કેબિનેટે ઓટોમોબાઇલ સેક્ટર માટે પ્રોડક્સન-લિંક્ડ ઇન્સેટિવ સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ સ્કીમમાં ઓટો કમ્પોનેન્ટ અને ડ્રોન સેક્ટર પણ સામેલ છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોનાથી સંકટનો સામનો કરી રહેલા ઓટો ઇન્ડસ્ટ્રીને મોટી રાહત મળી છે. હકીકતમાં કેન્દ્ર સરકારની કેબિનેટે ઓટોમોબાઇલ સેક્ટર માટે પ્રોડક્સન-લિંક્ડ ઇન્સેટિવ સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ સ્કીમમાં ઓટો કમ્પોનેન્ટ અને ડ્રોન સેક્ટર પણ સામેલ છે. આ સ્કીમ પાંચ વર્ષ માટે લાગૂ રહેશે. તેનાથી ઓટોમોબાઇલ સેક્ટરમાં રોકાણ વધવાની આશા છે. તો આયાતમાં કમી આવવાની આશા છે.
ઓટો સેક્ટરને કેટલા રૂપિયા મળશે
કેબિનેટ બેઠકની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે કેન્દ્ર સરકારે ઓટો સેક્ટર માટે 25,938 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તે બેઠળ ઇલેક્ટ્રોનિક વાહનોના ઉત્પાદન, હાઇડ્રોજન ફ્યૂલ વ્હીકલ ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. તો 7.60 લાખ લોકોને રોજગાર મળવાની સંભાવના છે. આ સ્કીમ આવવાથી વિદેશથી આયાતમાં ઘટાડો થશે. ઓટો કમ્પોનેન્ટ મેક ઇન ઈન્ડિયા હેઠળ દેશમાં બનાવવામાં આવશે. અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે પસંદગીની ચેમ્પિયન ઓટો કંપનીઓએ ઓછામાં ઓછા 2 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તો નવા રોકાણકારોએ 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું જરૂરી છે.
The PLI scheme has a budgetary provision of Rs 26,058 crores - Rs 25,938 crores for the auto sector and Rs 120 crores for the drone industry: Union Minister Anurag Thakur pic.twitter.com/CbSeHiAtoW
— ANI (@ANI) September 15, 2021
ટેલીકોમને શું મળ્યું
ટેલીકોમ સેક્ટર માટે પણ રાહત પેકેજ આપવાની વાત કરવામાં આવી છે. ટેલીકોમ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ કે ટેલીકોમ સેક્ટરમાં 9 મોટા સ્ટ્રક્ચરલ રિફોર્મ થયા છે. એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) એરિયર્સની વ્યાખ્યા બદલવામાં આવશે. એજીઆરના સંકટનો સામનો કરી રહેલી કંપનીઓ માટે આ મોટા સમાચાર છે. તેની માંગ ટેલીકોમ કંપનીઓ પણ કરી રહી હતી. ટેલીકોમ કંપનીઓના મંથલી ઇન્ટરેસ્ટ રેટને હવે વાર્ષિક કરી દેવામાં આવ્યા છે. આ સિવાય પેનલ્ટીમાં પણ રાહત આપવામાં આવી છે. સ્પેક્ટ્રમનો ગાળો પણ 20 વર્ષથી વધારી 30 વર્ષ કરી દેવામાં આવ્યો છે. ટેલીકોમ ઓપરેટર્સ બાકીને લઈને મોરેટોરિયમ લઈ શકશે. તે ચાર વર્ષ માટે કરવામાં આવ્યું છે. જે ટેલીકોમ ઓપરેટર આ વિકલ્પ પસંદ કરે છે તેણે સરકારને વ્યાજ પણ આપવું પડશે.
આ પણ વાંચોઃ LIC Policy: એલઆઈસીની શાનદાર યોજના, 233 રૂપિયાના રોકાણ પર મેળવો 17 લાખ, ટેક્સમાં પણ મળશે છૂટ
તો ટેલીકોમ સેક્ટર માટે પણ રાહત પેકેજની વાત કરવામાં આવી છે. સરકાર ટેલીકોમને પોતાના બાકી નાણાના એક ભાગને અક્વિટીમાં બદલવાનો વિકલ્પ આપી રહી છે. એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) બાકીનો સામનો કરી રહેલા સેક્ટર માટે મોટા સમાચાર છે. હકીકતમાં એજીઆરના બાકીને કારણે વોડાફોન આઈડિયા અને એરટેલ પર નાણાકીય સંકટ વધી રહ્યું છે. રાહતના સમાચાર વચ્ચે એરટેલ અને વોડાફોન-આઇડિયાના શેરોમાં મોટી તેજી જોવા મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે