મુંબઈ : Maruti Suzuki, Axis Bank અને HDFC Bank બેંક જેવી મોટી કંપનીઓના ક્વાર્ટર રિઝલ્ટ જાહેર થઈ ગયા છે. આ પરિણામ પર નજર ફેરવીએ તો માહિતી મળે છે કે મારુતિ સુઝુકી સિવાય બંને બેન્કિંગ કંપનીઓના પરિણામ ઉત્સાહજનક છે. સ્ટોકમાર્કેટ એક્સપર્ટ આનો યશ ફોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (FIIs)ને આપે છે. તેમના દાવા પ્રમાણે 2019ના માર્ચ મહિનામાં અંદાશે 34,000 કરોડ રૂપિયાનું FII રોકાણ ભારતીય સ્ટોક માર્કેટમાં થયું હતું. આ રોકાણમાંથી 50 ટકા જેટલું રોકાણ બેન્કિંગ સ્ટોકમાં કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર વાત છે કે બેન્કિંગ ક્ષેત્રમાં જેટલું FII રોકાણ થયું છે એનું 75 ટકા રોકાણ જે મુખ્ય ચાર બેંકોમાં થયું છે એમાં HDFC Bank અને Axis Bankનો સમાવેશ થાય છે. આમ, આ બંને કંપનીઓના ક્વાર્ટર પરિણામ ઉત્સાહજનક છે. જોકે Maruti Suzukiના પરિણામો ખાસ મજબૂત ન હોવાથી રોકાણકારોને ક્યાં શેર ખરીદવાથી ફાયદો થશે એવો સવાલ મુંઝવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરબજારમાં થોડો પણ રસ હોય તો જાણવા જ પડે એવા સમાચાર


આ વિશે વાત કરતા ઝી બિઝનેસ ઓનલાઇન સાથે વાત કરતા ફેરવેલ્થ સિક્યુરિટીઝના રિસર્ચ હેડ પ્રકાશ પાંડેએ પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું છે કે પહેલી નજરે પરિણામો જોઈને રોકાણકારો HDFC Bank અને એક્સિસ બેંકમાંથી એક વિકલ્પ પસંદ કરે પણ જો મારો મત લેવામાં આવે તો હું Maruti Suzukiનો વિકલ્પ પસંદ કરું કારણ કે તેની સ્ક્રિપ આ ત્રણેય વિકલ્પોમાં સૌથી મજબૂત છે. આ મામલે વાત કરતા સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ રોહિત સિંગરે પણ પ્રકાશ પાંડેના મતને ટેકો આપતા જણાવ્યું છે કે આ ત્રણેય વિકલ્પોમાંથી મારુતિ સુઝુકી બ્લુ ચિપ રોકાણ છે અને એમાં આગામી એકથી બે ટ્રેડ સેશનમાં સુધારો થઈ શકે છે.


Maruti Suzuki sharesનો પાયો મજબૂત છે કારણ તેની બેલેન્સ શીટ સ્ટ્રોગ છે. કંપનીના સેલ્સ ફિગર વધી રહ્યા છે અને માર્કેટમાં ડિમાન્ડ વધવાને કારણે કંપની નવાનવા મોડલ્સ લોન્ચ કરી રહી છે. માનવામાં આવે છે કે Suzukiમાં ટુંકા ગાળામાં વીસ ટકા જેટલું રિટર્ન આપવાની ક્ષમતા છે જ્યારે Axis Bank અને HDFC Bank ટુંકા ગાળે લગભગ 10 ટકા રિટર્ન આપી શકે છે.


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક....