શેરબજારમાં થોડો પણ રસ હોય તો જાણવા જ પડે એવા સમાચાર
નિષ્ણાંતોના મત પ્રમઆમે આ અઠવાડિયે રોકાણકારોની નજર કાચા તેલ પર રહેશે કારણ કે ભારત કાચા તેલના સૌથી આયાતકારોમાંથી એક છે. આ સિવાય રૂપિયાના મૂલ્ય પર પણ માર્કેટનો આધાર રહેશે. વિશેષજ્ઞોએ મત આપતા જણાવ્યું છે કે કંપનીના ત્રિમાસિક પરિણામ જાહેર થઈ રહ્યા છે અને રોકાણકારોએ એના પર પણ ધ્યાન રાખવું જોઈએ.
Trending Photos
મુંબઈ : આજે મુંબઈ શેરબજાર બંધ છે. હકીકતમાં આજે મુંબઈમાં મતદાન ચાલી રહ્યું છે જેના પગલે શેરબજાર બંધ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા આજે ટ્રેડિંગ બંધ હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ શેર ટ્રેડિંગ મંગળવારે ફરી શરૂ થશે પણ બુધવારે મહારાષ્ટ્ર દિવસના કારણે ફરી માર્કેટ બંધ રહેશે. આમ, આ અઠવાડિયામાં બે રજાને પગલે માત્ર ત્રણ દિવસ જ કામ ચાલશે.
મુંબઈમાં લોકસભામાં છ સીટ છે જેના માટે સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. સેન્સેક્સ શુક્રવારે 39,000ના સ્તર પર બંધ થયો હતો. ગયા અઠવાડિયે માર્કેટમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. આવી જ રીતે એનએસઇ નિફ્ટી 112.85 પોઇન્ટ વધીને 11,754.65ના પોઇન્ટ પર બંધ રહ્યો હતો. આ અઠવાડિયે પણ ભારે અસ્થિરતા રહેવાની આશંકા છે. કાચા તેલની કિંમતમાં તેમજ રૂપિયાના મૂલ્યમાં સતત થતી વધઘટ, કોર્પોરેટ કમાણી તેમજ વ્યાજ દર પર ફેડરલ રિઝર્વ બેંકના નિર્ણયના પગલે માર્કેટમાં તેજી આવશે.
નિષ્ણાંતોના મત પ્રમાણે આ અઠવાડિયે રોકાણકારોની નજર કાચા તેલ પર રહેશે કારણ કે ભારત કાચા તેલના સૌથી આયાતકારોમાંથી એક છે. આ સિવાય રૂપિયાના મૂલ્ય પર પણ માર્કેટનો આધાર રહેશે. વિશેષજ્ઞોએ મત આપતા જણાવ્યું છે કે કંપનીના ત્રિમાસિક પરિણામ જાહેર થઈ રહ્યા છે અને રોકાણકારોએ એના પર પણ ધ્યાન રાખવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે