1 એપ્રિલથી બદલાય જશે આ 10 મોટા નિયમ, તમારા પર પડશે સીધી અસર
આજે અમે તમને 1 એપ્રિલથી મહત્વના થનારા ફેરફાર વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેની સીધી અસર તમારા જીવન પર પડવાની છે.
નવી દિલ્હીઃ 1 એપ્રિલથી ઘણા મોટા ફેરફાર થવાના છે, જેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. આગામી મહિને બેન્ક નિયમથી લઈને, ટેક્સ, જીએસટી, એફડી સહિત અનેક નિયમોમાં ફેરફાર થશે. એટલું જ નહીં એપ્રિલથી મોંઘવારીનો જોરદાર ઝટકો પણ લાગવાનો છે. આજે અમે તમને 1 એપ્રિલથી મહત્વના થનારા ફેરફાર વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેની સીધી અસર તમારા જીવન પર પડવાની છે.
1. પીએફ ખાતા પર ટેક્સ
કેન્દ્ર સરકાર 1 એપ્રિલથી નવા આવકવેરા કાયદાને લાગૂ થવાના છે. હકીકતમાં 1 એપ્રિલ 2022થી વર્તમાન પીએફ એકાઉન્ટને બે ભાગમાં વેચી શકાય છે, જેના પર ટેક્સ પણ લાગશે. નિયમ પ્રમાણે ઈપીએફ ખાતામાં 2.5 લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી યોગદાનની કેપ લગાવવામાં આવી રહી છે. જો તેના પર યોગદાન કર્યું તો વ્યાજ આવક પર ટેક્સ લાગશે. તો સરકારી કર્મચારીઓના GPF માં ટેક્સ ફ્રી યોગદાનની મર્યાદા 5 લાખ રૂપિયા વાર્ષિક છે.
2. પોસ્ટ ઓફિસના નિયમ
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે જરૂરી ફેરફાર થઈ રહ્યાં છે. 1 એપ્રિલ 2022થી પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ, સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ્સ પર વ્યાજના પૈસા સેવિંગ ખાતામાં મળશે. પોસ્ટ ઓફિસ જઈને કેશમાં વ્યાજના પૈસા ન લઈ શકો. સેવિંગ ખાતાથી લિંક કરાવવા પર વ્યાજના પૈસા ઇલેક્ટ્રિક માધ્યમથી ટ્રાન્સફર થઈ જશે. મહત્વનું છે કે સરકારે MIS, એસસીએસએસ, ટાઇમ ડિપોઝિટ ખાતાના મામલામાં માસિક, ત્રિમાસિક, વાર્ષિક વ્યાજ જમા કરવા માટે બચત ખાતાનો ઉપયોગ કરવો ફરજીયાત કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ શેરબજારના રોકાણકારો ધ્યાન દે! 1 એપ્રિલથી બંધ થઇ જશે તમારું Demat Account, જાણો કારણ
3. મ્યૂચુઅલ ફંડમાં રોકાણનો નિયમ
1 એપ્રિલથી મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ચુકવણી ચેક, બેન્ક ડ્રાફ્ટ કે અન્ય કોઈ ભૌતિક માધ્યમથી કરી શકશો નહીં. હકીકતમાં મ્યૂચુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન એગ્રીગેશન પોર્ટલ એમએફ યુટિલિટીઝ 31 માર્ચ 2022થી ચેક-ડીડી વગેરે દ્વારા ચુકવણીની સુવિધા બંધ કરવામાં આવી રહી છે. ફેરફાર હેઠળ 1 એપ્રિલ, 2022થી મ્યૂચુઅલ ફંડમાં પૈસા લગાવવા માટે તમને માત્ર યૂપીઆઈ અથવા નેટબેન્કિંગ દ્વારા ચુકવણી કરવી પડશે.
4. એક્સિસ બેન્ક અને પીએનબીના નિયમોમાં ફેરફાર
1 એપ્રિલ 2022થી એક્સિસ બેન્કના સેલેરી કે સેવિંગ એકાઉન્ટ પર નિયમ બદલવાના છે. બેન્કના બચત ખાતામાં મિનિમમ બેલેન્સની મર્યાદા 10 હજારથી વધારી 12 હજાર કરી દેવામાં આવી છે. એક્સિસ બેન્કની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે બેન્કના ફ્રેશ કેશ ટ્રાન્ઝેક્શનની નિર્ધારિત મર્યાદા પણ બદલાયને ચાર ફ્રી ટ્રાન્ઝેક્શન કે 1.5 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. તો એપ્રિલમાં પંજાબ નેશનસ બેન્ક PPS ને લાગૂ કરી રહ્યું છે. 5 એપ્રિલથી 10 લાખ કે તેનાથી વધુના ચેક માટે વેરિફિકેશન ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.
5. જીએસટીનો સરળ નિયમ
સીબીઆઈસી (સેન્ટ્રલ બોર્ડ ઓફ પરોક્ષ કર અને કસ્ટમ્સ) એ માલ અને સેવા કર હેઠળ ઈ-ચલણ જારી કરવા માટે ટર્નઓવરની મર્યાદાને પહેલાથી નક્કી મર્યાદા 50 કરોડ રૂપિયાથી ઘટાડીને 20 કરોડ રૂપિયા કરી દીધા છે. આ નિયમ પણ એક એપ્રિલ 2022થી લાગૂ થવા જઈ રહ્યો છે.
6. વધી શકે છે ગેસ સિલિન્ડરનો ભાવ
દર મહિનાની જેમ આ એપ્રિલ મહિનાના પ્રથમ દિવસે પણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે. આ દિવસોમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવ વધી રહ્યાં છે અને તેવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે એપ્રિલમાં એકવાર ફરી ગેસ સિલિન્ડરના ભાવમાં વૃદ્ધિ થઈ શકે છે.
7. દવાઓ પર થશે વધુ ખર્ચ
પેન કિલર, એન્ટીબાયોટિક્સ, એન્ટી-વાયરસ સહિત જરૂરી દવાઓની કિંમતોમાં 1 એપ્રિલથી વધારો થવાનો છે. સરકારે શેડ્યૂલ દવાઓ માટે 10 ટકાથી વધારાને મંજૂરી આપી છે. ભારતની ડ્રગ પ્રાઇઝિંગ ઓથોરિટીએ શેડ્યૂલ દવાઓ માટે કિંમતોમાં 10.7 ટકાના વધારાની મંજૂરી આપી છે, ત્યારબાદ હવે 800થી વધુ દવાઓની કિંમત વધશે.
આ પણ વાંચોઃ બેંકોની બે દિવસની હડતાળમાં ક્યાંક અટવાઈ ન જતા, ગુજરાતની 3665 બેંકો બંધ રહેશે
8. 1 એપ્રિલથી ઘર ખરીદનારને ઝટકો
1 એપ્રિલ 2022થી કેન્દ્ર સરકાર પ્રથમવાર ઘર ખરીદનારને કલમ 80EEA હેઠળ ટેક્સમાં છૂટનો ફાયદો આપવાનું બંધ કરી રહી છે. મહત્વનું છે કે 2019-2020ના બજેટમાં, કેન્દ્ર સરકારે 45 લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદનારને હોમ લોન પર વધારાના 1.50 લાખ રૂપિયાનો લાભ આપવાની જાહેરાત થઈ હતી. બાદમાં બજેટ 2020 અને 2021માં આ સુવિધાને એક્સટેન્ડ કરી દેવામાં આવી હતી, પરંતુ આ વખતે નાણામંત્રીએ બજેટમાં તેને આગળ વધારી નથી. તેવામાં ઘર ખરીદનારાઓએ નાણાકીય વર્ષ 2022-2023માં વધુ ટેક્સ ચુકવવો પડી શકે છે.
9. સીનિયર સિટીઝન્સ માટે સ્પેશિયલ એફડી બંધ
સીનીયર સીટિઝન માટે કોવિડ-19 મહામારી દરમિયાન ભારતીટ સ્ટેટ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, બેન્ક ઓફ બરોડા, એચડીએફસી બેન્ક સહિત સ્પેશિયલ એફડી યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને એફડી પર વધુ વ્યાજ મળી રહ્યું હતું. છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી આ સ્કીમને એચડીએફસી અને બેનક ઓફ બરોડા સમાપ્ત કરી શકે છે, કારણ કે આ બેન્કોએ વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશિયલ એફડી યોજનાની સમય મર્યાદાના વિસ્તારની જાહેરાત કરી નથી. તેવામાં આ બંને બેન્ક યોજનાને બંધ કરી શકે છે.
10. 1 એપ્રિલથી ક્રિપ્ટોકરન્સી પર લાગૂ નવો નિયમ
1 એપ્રિલથી ક્રિપ્ટોકરન્સી પર લાગનાર ટેક્સ નિયમ પણ સામેલ છે. વર્તમાન બજેટમાં નાણામંત્રીએ કહ્યું હતું કે તમામ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ કે ક્રિપ્ટો એસેટ પર 30 ટકા ટેક્સ લાગશે, જો તેને વેચવા પર ફાયદો થાય છે. આ સિવાય જ્યારે-જ્યારે કોઈ ક્રિપ્ટો એસેર વેચશે, ત્યારે ત્યારે તેના વેચાણ પર 1 ટકા ટીડીએસ લાગશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube