શેરબજારના રોકાણકારો ધ્યાન દે! 1 એપ્રિલથી બંધ થઇ જશે તમારું Demat Account, જાણો કારણ

Demat Account Update: શેર બજારના રોકાણકારો માટે એકદમ જરૂરી સમાચાર છે. જો તમે શેર બજારમાં પૈસા લગાવો છો અથવા પછી શેર બજારના રોકાણકાર છો અને તમારી પાસે ડિમેટ એકાઉન્ટ છે અથવા ટ્રેડિંગ એકાઉન્ટ છે તો તમારા માટે આ સમાચાર ખૂબ જરૂરી છે.

શેરબજારના રોકાણકારો ધ્યાન દે! 1 એપ્રિલથી બંધ થઇ જશે તમારું Demat Account, જાણો કારણ

નવી દિલ્હી: Demat Account Update: શેર બજારના રોકાણકારો માટે એકદમ જરૂરી સમાચાર છે. જો તમે શેર બજારમાં પૈસા લગાવો છો અથવા પછી શેર બજારના રોકાણકાર છો અને તમારી પાસે ડિમેટ એકાઉન્ટ છે અથવા ટ્રેડિંગ એકાઉન્ટ છે તો તમારા માટે આ સમાચાર ખૂબ જરૂરી છે. તમે અત્યાર સુધી પોતાનું KYC અપડેટ કરાવ્યું નથી તો 31 માર્ચ સુધી અપડેટ કરી લો. નહીતર એકાઉન્ટ ડીએક્ટિવ થઇ જશે. આવો જાણીએ વિસ્તારપૂર્વક.

31 માર્ચ સુધી KYC અપડેટ કરો
ડિપોઝિટરીઝ નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ (NSD) અને સેંટ્રલ ડિપોઝિટરીઝ સર્વિસિઝ લિમિટેડ (CDSL) તરફથી જાહેર કરવામાં આવેલા સર્કુલરમાં કહેવામાં આવ્યું હતું કે એકાઉન્ટ હોલ્ડર્સ માટે 6 KYC જાણકારીઓ આપવાની છે. આ જાણકારીઓ છે- નામ, સરનામું, પાન, મોબાઇલ નંબર, ઇમેલ આઇડી અને ઇનકમ રેંજ.

6 KYC જાણાકરીઓ અપડેટ કરવાની છે
અત્રે ઉલ્લેખનીય છે કે 1 જૂન 2021 બાદ ખોલવામાં આવેલા નવા એકાઉટ્સ માટે તમામ 6 જાણકારીઓ અનિવાર્ય કરી દેવામાં આવી છે. જ્યારે હાલના એકાઉન્ટ્સ માટે માર્કેટ રેગુલેટર સેબીએ ડિપોઝિટર્સે કહ્યું કે તે તમામ 6 KYC ને અપડેટ કરો અને જ્યાં જરૂરી હોય ક્લાઇટ્સ સૂચિત કરે કે તેને અપડેટ કરો.

PAN ને વેરિફાઇ કરો
આ સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે સિક્યોરિટીઝ માર્કેટમાં ટ્રાંજેક્શન માટે ક્લાઇંટ્સની તરફથી PAN જમા કરાવવાની અનિવાર્યતા સ્વિકૃત છૂટ સાથે ચાલૂ રહેશે. રોકાણકારોને કહેવામાં આવ્યું છે કે તે PAN કાર્ડને ઇનકમ ટેક્સની વેબસાઇટ પર જઇને વેરિફાઇ કરી લો. જો PAN કાર્ડ આધાર સાથે લિંક નથી તો PAN કાર્ડને વેલિડ ગણવામાં આવશે નહી. 

આ માહિતી પણ અપડેટ કરો
તમામ ખાતાધારકોએ અલગ મોબાઈલ નંબર અને ઈ-મેલ સરનામું આપવાનું રહેશે. જો કે લેખિત ડિક્લેરેશન આપ્યા બાદ એકાઉન્ટ ધારક તેના પરિવારનો મોબાઇલ નંબર અને ઈ-મેલ એડ્રેસ અપડેટ કરી શકે છે. કુટુંબ એટલે પોતે, જીવનસાથી, આશ્રિત માતાપિતા અને બાળકો.

પરિવારની જાણકારી પણ અડેટ કરાવો
જો એક કરતાં વધુ ડિમેટ એકાઉન્ટમાં એક જ મોઇબાઇલ નંબર અથવા ઇમેલ, આઇડી મળશે અને પરિવારની જાણકારી પણ અપડેટ નથી, તો એવા ડીમેટ એકાઉન્ટ હોલ્ડર્સને 15 દિવસની નોટિસ આપીને તેને મોબાઇલ નંબર, ઇ-મેલ આઇડી ચેંજ ફોર્મ અથવા રિકવેસ્ટ લેટર જમા કરાવવા માટે કહેવું પડશે. જો આમ કરવામાં નિષ્ફળ રહે છે તો એવા ખાતાને નોન-કંપ્લાયટ્સમાં નાખી દેવામાં આવશે. 

ખાતાધારકોને ડિપોઝિટર્સને પોતાની ઇનકમ રેંજ, ઇંડિવિઝુઅલ અને નોન ઇંડિવિઝુઅલ રૂપથી અલગ-અલગ બતાવવી પડશે. ઇંડિવિઝુઅલ્સ માટે ઇનકમ રેંજ 1 લાખ રૂપિયાથી માંડીને 25 લાખ રૂપિયા સુધીની રેંજવાળા સામેલ છે. જ્યારે નોન ઇંડિવિઝુઅલની રેંજ 1 કરોડ રૂપિયાથી ઉપર સુધીની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news