નવી દિલ્હીઃ ફેબ્રુઆરીનો મહિનો શેર બજાર (Share Market)માટે ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો. આ દરમિયાન ઈક્વિટી ઈન્ડેક્સ (Equity Index)બીએસઈ સેન્સેક્સ આશરે એક ટકા વધ્યો, સાથે એક ટકાની તેજી મિડકેપ ઈન્ડેક્સ (Midcap Index)માં જોવા મળી. પરંતુ આ દરમિયાન BSE સ્મોલકેપ ઈન્ડેક્સ 1.09% નીચે ગયો. પરંતુ આ વચ્ચે BSE પર લિસ્ટેડ ઓછામાં ઓછા 13 શેર એવા રહ્યાં, જેનું માર્કેટ કેપ એક મહિનાની અંદર ડબલ થઈ ગયું. એટલે કે શેરમાં ફેબ્રુઆરી દરમિયાન 100 ટકાથી વધુની તેજી આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંકડા જુઓ તો ફેબ્રુઆરીમાં Foreign Institutional Investors (FII)એ આશરે 1539 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. જ્યારે વિદેશી ઈન્વેસ્ટરોએ જાન્યુઆરી મહિનામાં કુલ 25,000 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.


ફેબ્રુઆરી મહિનામાં આ 13 સ્ટોકે ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે. આ સ્ટોકની કિંમત એક મહિનામાં ડબલ થઈ ગઈ છે.


- એનડીએ સિક્યોરિટીઝ (NDA Securities)ના શેરમાં 188 ટકાની તેજી આવી, જે સૌથી વધુ છે. 
- કિસાન મોલ્ડિંગ્સ (Kisan Mouldings)ના શેરમાં આશરે 170 ટકાની તેજી આવી છે.
- આરએસ સોફ્ટવેરનો શેર આશરે 141 ટકા ઉપર ચઢ્યો છે.
- કેસર ઈન્ડિયાના શેરમાં 140 ટકાનો વધારો થયો છે.
- Aananda Lakshmi Spinning Mills ના શેરમાં એક મહિનામાં 135 ટકાની તેજી આવી છે.
- Jayabharat Credit ના શેરમાં 133% ની તેજી જોવા મળી છે.
- Shakti Press નો શેર આ દરમિયાન 120% ઉપર ગયો છે.
- HB Leasing & Finance Company ના શેરમાં આશરે 118% ની તેજી જોવા મળી છે.
- છેલ્લા એક મહિના દરમિયાન Jubilant Industries ના શેરમાં 112 ટકાનો વધારો થયો છે. 
- ASM Technologies ના શેરમાં પાછલા મહિને 100 ટકાની તેજી જોવા મળી છે.
- Sreechem Resins નો શેર ફેબ્રુઆરી મહિનામાં 100 ટકાથી વધુ ઉપર ગયો છે.
- Acceleratebs India ના શેરમાં 100 ટકા તેજી જોવા મળી છે.
- Duroply Industries ના શેરમાં ફેબ્રુઆરી મહિનામાં 100 ટકાની તેજી આવી છે.


આ પણ વાંચોઃ IPOs Next Week: ખાતામાં પૈસા રાખો તૈયાર! આગામી સપ્તાહે ખુલશે આ કંપનીના આઈપીઓ


તમને જણાવી દઈએ કે, માર્કેટ રેગ્યુલેટર સેબીએ એસેટ મેનેજરોને તેમના સ્મોલ અને મિડ-કેપ ફંડ્સ સાથે સંકળાયેલા જોખમો વિશે રોકાણકારોને વધુ માહિતી આપવા જણાવ્યું છે.


આ વચ્ચે બ્રોકરેજ એમકે ગ્લોબલ ફાઈનાન્શિયલ સર્વિસિસનું કહેવું છે કે નિફ્ટી જલ્દી 24000 પોઈન્ટને ટચ કરી શકે છે. હાલમાં નિફ્ટી 22300 પોઈન્ટની આસપાસ છે. એટલે કે અહીંથી 8 ટકાની તેજી સંભવ છે. ઈન્ડેક્સની સાથે કેટલાક શેરમાં તેજી આવવાની સંભાવના છે.


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)


આ પણ વાંચોઃ હોળી પહેલા વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, 2 મહિનાનું એરિયર પણ મળશે